મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી પંથકમાં રજડતા ઢોરના ત્રાસના બે વિડીયો વાયરલ: તંત્રની કામગીરી સામે જ સવાલ


SHARE











મોરબી પંથકમાં રજડતા ઢોરના ત્રાસના બે વિડીયો વાયરલ: તંત્રની કામગીરી સામે જ સવાલ

મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રજડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને અવારનવાર રાહદારી લોકોને તેમજ તેઓના વાહનોને રજડતા ઢોર હડફેટે લેતા હોય છે જેથી કરીને લોકોને ઈજાઓ થતી હોય છે તેમજ વાહનોમાં નુકસાની થતી હોય છે તેમ છતાં પણ રજડતા ઢોરને પકડવા માટેનું નક્કર પ્લાનિંગ સ્થાનિક જવાબદાર અધિકારી કે પદાધિકારીઓ દ્વારા કરવામાં આવતું નથી જેથી કરીને લોકોની પાસે સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તે હકીકત છે

મોરબી શહેરી વિસ્તારમાંથી રજડતા ઢોરની સમસ્યાને નાબૂદ કરવા માટે થઈને અત્યાર સુધીમાં નગરપાલિકામાંથી લાખો અને કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે તેમ છતાં પણ મોરબી શહેરનો એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં રજડતા ઢોરનો ત્રાસ ન હોય. રજડતા ઢોર અવારનવાર યુદ્ધે ચડતા હોય છે અને તેના કારણે રાહદારીઓના જીવ પડીકે બંધાય છે, ઘણી વખત રાહદારી લોકોને હડફેટે લેતા હોવાથી તેને નાના મોટી ઈજાઓ પણ થતી હોય છે. આટલું જ નહીં પરંતુ શેરી ગલીઓમાં પાર્ક કરેલા વાહનોમાં પણ રજડતા ઢોર અવારનવાર નુકસાની કરતા હોય છે તેવામાં વધુ બે વિડીયા સોશિયલ મીડિયામાં મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાયરલ થયા છે તેને લઈને હાલમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે

મોરબીમાં મહેન્દ્રપરા વિસ્તારથી કપિલા હનુમાન તરફ જવાના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલ ફોનની અંદર રજડતા ઢોરના ત્રાસને તંત્ર અને લોકો સુધી પહોંચાડવા માટે થઈને વિડીયો બનાવેલ છે અને તે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે જેમાં કપિલા હનુમાન અને તેની આસપાસના વિસ્તારમાં અસંખ્ય રજડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે આ રજળતા ઢોર ત્યાં કોઈ કારણોસર યુદ્ધે ચડે અને જો કોઈ વ્યક્તિના જાન માલ નુકસાન થાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે

આવી જ રીતે મોરબીના મકનસર ગામના સીસીટીવી કેમેરાનો વિડીયો વાયરલ થયેલ છે જેમાં મોરબીના મકાનસર ગામે રસ્તામાં યુદ્ધે ચડેલા બે આખલાને છૂટા પાડવા માટે થઈને એક વૃદ્ધ જઈ રહ્યા હતા અને દરમિયાન તે યુદ્ધ ચડેલા બે પૈકીનાં એક આખલાએ વૃદ્ધને જ ફૂટબોલના દડાની જેમ ઉડાવીને નીચે રસ્તા ઉપર પાડી દીધા હોવાનું દેખાઈ છે જેથી કરીને વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા છે પરંતુ આવી રીતે રજડતા ઢોર કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય તો તેના માટે જવાબદાર કોણ છે ? તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે






Latest News