મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર-નવલખી ફાટક સુધીમાં એક પણ મેળાને મંજૂર ન આપવાની માંગ


SHARE











મોરબીના ભક્તિનગર-નવલખી ફાટક સુધીમાં એક પણ મેળાને મંજૂર ન આપવાની માંગ

મોરબીના ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક સુધીના વિસ્તારમાં ખાનગી મેળાઓને મંજૂરી ન આપવા આવે તેના માટે કોંગ્રેસના આગેવાન દ્વારા મોરબી જિલ્લાના એસપીને રજૂઆત કરવામાં આવી છે અને તેમના દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, હાઇવે રોડ ઉપર ટ્રાફિક જામ, અવાજનું પ્રદુષણ સહિતના અનેક પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને બાયપાસ રોડ ઉપર એક પણ લોકમેળાને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો લોક લાગણીની અવગણના કરવામાં આવશે તો ના છૂટકે જનતા રેડ કરીને કોર્ટ કાર્યવાહી કરી લોકમેળા બંધ કરાવવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારેલ છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા હાલમાં એસપીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના ભક્તિનગર સર્કલથી લઈને નવલખી ફાટક સુધીના વિસ્તારમાં એકથી બે મહિના સુધી લોકમેળાના ખાનગી આયોજનો કરવામાં આવતા હોય છે અને તેમાં મોડી રાત સુધી માઇક વગાડવામાં આવતા હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવામાં અને વાંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે

આટલું જ નહીં પરંતુ ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક તરફ જતો રસ્તો કચ્છ અને રાજકોટને જોડતો મુખ્ય રોડ છે ત્યાં આમ પણ ટ્રાફિક વધારે રહેતો હોય છે અને ટ્રાફિક તથા અવાજનું પ્રદૂષણ સહિતના પ્રશ્નો ઉદ્ભવતા હોવાના કારણે આ હાઇવે રોડ ઉપર કોઈપણ લોકમેળાને મંજૂરી આપવામાં ન આવે તેવી સ્થાનિક લોકોની લાગણી અને લાગણી છે તેને ધ્યાને લઈને તે વિસ્તારમાં કોઈ પણ ખાનગી મેળાને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને જો લોકોની લાગણીની અવગણના કરવામાં આવશે તો ના છૂટકે જનતા રેડ કરી કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અને લોકમેળા બંધ કરાવવાની ફરજ પડશે તેવી રમેશભાઈ રબારીએ ચીમકી ઉચ્ચારી છે 






Latest News