ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપૂર રોડે કારખાનામાં દીવાલ તૂટીને કાટમાળ માથે પડતાં શ્રમિક યુવાનનું મોત


SHARE











મોરબીના લખધીરપૂર રોડે કારખાનામાં દીવાલ તૂટીને કાટમાળ માથે પડતાં શ્રમિક યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં દિવાલ તૂટી પડી હતી ત્યારે દિવાલ પાસે બેઠેલ યુવાન ઉપર દિવાલનો કાટમાળ પડ્યો હોવાથી તેને શરીરે ઇજા થતાં તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી નો રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીક ખાતે રહેતો અને મજૂરી કામ કરતો કરણસિંગ રૂમાલભાઈ પુનિયા (૩૩) નામનો યુવાન કારખાનામાં દિવાલ પાસે બેઠો હતો ત્યારે કોઈ કારણોસર અચાનક તે દિવાલ તૂટી પડી હતી અને દીવાલનો કાટમાળ તેની ઉપર પડતાં તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી અને યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ મૃતક યુવાનની બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા
મોરબીમાં મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો આસિફ ગુલામ અજમેરી (૩૩) નામનો યુવાન મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર જડેશ્વર મહાદેવ મંદિર પાસે હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હોવાથી ઇજા ગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
દ્વારકામાં આવેલ ટીવી સ્ટેશન પાસે રહેતા નારણભાઈ તેજાભાઈ ચાંડપા (૨૧) મોરબીના માળીયા સામખીયાળી હાઈવે ઉપરથી સુરજબારી પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને વાહન અકસ્માતના બનાવમાં આ યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News