મોરબીમાં મકાનના દસ્તાવેજ બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર-છરી વડે હુમલો મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના જેપુર પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં ઇજા પામેલા મહિલા સારવારમાં


SHARE









મોરબીના જેપુર પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં ઇજા પામેલા મહિલા સારવારમાં

 મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે રેલવે ફાટક નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મહિલાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર અવની ચોકડી સામેના ભાગમાં રહેતા બલવંતાબેન અશોકભાઈ ફુલતરીયા (૪૨) મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે રેલવે ફાટક નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં મહિલાને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને તેના પતિ સારવાર માટે મોરબીની સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતે ઇજા

મોરબીના રોહીદાસપરામાં સંઘવીના દવાખાના પાસે રહેતા ઇદ્રીશ મહેબૂબ (૩૭) નામના યુવાન ચાર ગોડાઉન પાસે પડી ગયો હતો જેથી તેને ઈજા થતાં સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હિતેશભાઇ મકવાણા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા સંજય ગોકળભાઈ હમીરપરા નામના વ્યક્તિને મારામારીમાં ઈજા થઈ હતી અને ઈજા થયા બાદ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હોય સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સીરામીક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કટુસિંગ જસુભા (૪૨) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે




Latest News