મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પોક્સો કેસના આરોપીનો નીર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં પોક્સો કેસના આરોપીનો નીર્દોષ છુટકારો

મોરબી પોકસો કોર્ટમાં કેસ નોંધાયો હતો અને પોકસો કેસમાં હાલમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.આ બનાવની ફરીયાદ એ મુજબની હતી કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી જાતીય સતામણી કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણમાંથી ભગાડી લઈ જઈ ગુનો કર્યો છે. આ કેસમાં તાલુકા પોલીસે આરોપી તરીકે દિલીપ ઉર્ફે જીગો સવજીભાઈ સુરેલાની ધરપકડ કરી હતી.બાદમાં આ આરોપીએ તેના કેસમાં બચાવમાં એડવોકેટ જીતેન અગેચાણીયા, કીશોર સુરેલા અને જે.ડી.સોલંકીને રોકયા હતા.

આ કેસમાં ફરીયાદી પક્ષે ફરીયાદી, તેમની ભોગ બનનાર દીકરી તથા અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાઓના અંતે આરોપી પક્ષના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે અને આ કામના ભોગ બનનાર તથા તેના પરીવાર દ્રારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદી પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી.ઉપરોક્ત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને નામદાર કોર્ટે આરોપી દિલીપ સુરેલાને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.આ કામે બચાવ પક્ષેથી એડ.જીતેન અગેચાણીયા, કીશોર સુરેલા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝંઝવાડીયા રોકાયેલા હતા.






Latest News