મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ! મોરબીમાં ક્રિકેટ સટો રમતા બે શખ્સ 35,800 ના મુદામાલ સાથે પકડાયા: એકની શોધખોળ મોરબીમાં મકાનના દસ્તાવેજ બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર-છરી વડે હુમલો મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પોલીસની કામગીરી જોવા-સમજવા માટે છત્તીસગઢના પોલીસ જવાનો પહોચ્યા


SHARE









મોરબી જિલ્લામાં પોલીસની કામગીરી જોવા-સમજવા માટે છત્તીસગઢના પોલીસ જવાનો પહોચ્યા

છત્તીસગઢ રાજયથી ૧૫ પોલીસ જવાનો રાજકોટ રેન્જ ખાતે આવ્યા છે અને તા.૨૬ જૂનથી તા.૧૫ જુલાઈ સુધી તે અહિયાં રહેવા છે અને અહીની પોલીસની કામગીરી જોઈને જરૂરી માહિતી લેવાના છે ત્યારે આ જવાનો મોરબી જિલ્લા ખાતે આવ્યા હતા ત્યારે અહીના પોલીસ પાસેથી માહિતી મેળવી હતી

છત્તીસગઢ રાજયના ૧૫ પોલીસ જવાનો મોરબી જીલ્લા ખાતે આવતા તેઓનું મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા સ્વાગત કરી ગુજરાત પોલીસની કામગીરી બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ રીઝર્વ પોલીસ ઇન્સ. એસ.એમ.ચૌહાણ દ્વારા તમામ જવાનોને પોલીસ વેલ્ફેર તથા SPC અંગેની કાર્યપઘ્ધતીથી વાકેફ કરવામાં આવેલ હતા. ત્યારબાદ એલ.સી.બી પીઆઇ ડી.એમ.ઢોલ દ્વારા PPT દ્વારા તમામ જવાનોને એલ.સી.બી તથા એસ.ઓ.જી. શાખાની કામગીરી અંગે માહિતી આપવામા આવેલ હતી.

ત્યારબાદ તમામ જવાનોએ મોરબી જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર “નેત્રમ” ની મુલાકાત લીધી હતી અને કમાન્ડ એન્ડ કંટ્રોલની કામગીરી તથા ટ્રાફિક ચલણ અંગેની જાણકારી મેળવી હતી. તેમજ તમામ પોલીસ જવાનોને પોલીસ હેડ કવાર્ટર ખાતે રીઝર્વ પીઆઇ એસ.એમ.ચૌહાણ તથા લાઇઝીંગ ઓફિસર એમ.બી.સરવૈયા દ્વારા હેડ કવાર્ટર ખાતેની જુદી જુદી બ્રાંચોની મુલાકાત તથા કામગીરીથી વાકેફ કરવામા આવ્યા હતા. અને ડોગ સ્કોડ તથા બી.ડી.ડી.એસ. શાખા તેમજ એમટી શાખાની કાર્ય પધ્ધતીઓથી વાફેક કરવામા આવેલ હતા. બાદમાં એફ.એસ.એલ અધિકારી દ્વારા એફ.એસ.એલની કામગીરી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી




Latest News