મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયાનગરમાં યુવાન માર મારનારા દંપતીની ધરપકડ


SHARE







મોરબીના ઉમિયાનગરમાં યુવાન માર મારનારા દંપતીની ધરપકડ

મોરબીના ઉમિયાનગરમાંથી યુવાન પોતાની રિક્ષા લઈને જતો હતો ત્યારે શેરીમાં પડે લાકડા બાબતે સમજાવવા જતા દંપતીએ તેની સાથે બોલાચાલી કરીને માર માર્યો હતો તથા નાક ઉપર પથ્થર મારીને ઇજા કરી હતી જેથી યુવાનની પત્નીએ દંપતીની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી દંપતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા રવિનાબેન લલીતભાઈ રાઠોડ (૩૧) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશને દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના પતિ પોતાની રીક્ષા લઈને શેરીમાંથી નીકળતા હતા ત્યારે શેરીમાં પડેલા લાકડા બાબતે સામેવાળાને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે અનિતાબેન સોલંકીએ ફરિયાદીના પતિને ઉશ્કેરાઈ જેને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ડાબા પગના પંજામાં પથ્થર મારીને ઇજા કરી હતી તેમજ જેસીંગભાઇ સોલંકીએ પથ્થર વડે ફરિયાદીના પતિને નાકના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે તપાસ અધીકારી વાલભા ચાવડા દ્રારા હાલમાં અનિતાબેન જેસીંગભાઇ સોલંકી (૪૦) અને જેસિંગભાઈ ભીમાભાઇ સોલંકી (૪૫) રહે. બંન્ને ઉમિયાનગર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીમાં શનાળા રોડ સમયના ગેઇટ પાસે આવેલ માંગરની વાડી વિસ્તારમાં રહેતા જગદીશ ગણેશ કનજારિયા (૩૨) અને હિતેશ જગદીશ કનજારિયા (૧૭) ને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ ઉમિયા સર્કલ પાસેથી અવની ચોકડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઈક સાથે અન્ય બાઇક અથડાતા અકસ્માત બનાવ બન્યો હતો જેમાં બંનેને ઇજા થતાં સારવારમાં લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભોલાભાઈ ભગવાનજીભાઈ કોળી નામના ૪૫ વર્ષના યુવાનને નગરપાલિકા પાસે મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ વંગે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ભવાની સોડા વાળી શેરીમાં રહેતા રવિ સવજી ભીલ દ્વારા તેમને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News