મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના ધુળકોટ ગામે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના ધુળકોટ ગામે નદીમાં ડૂબી જવાથી ૪૫ વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવનું મોરબી તાલુકા પોલીસ આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ ગામેથી પસાર થતી નદીમાં આમરણ ગામે રહેતો મયારામ સર્વનભાઈ ભુરીયા જાતે આદિવાસી (ઉમર વર્ષ ૪૫) ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇ આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલાનું મોત

ટંકારા તાલુકાના ઓટડા ગામે રહેતા હીરાબેન મનજીભાઈ પરમાર (ઉંમર ૪૫) ને છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી હોય કેન્સરની બીમારી સબબ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને ટંકારા ખાતે લાવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News