મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે પાણીના ટાંકા પાસે જુગાર રમતા પાંચ પકડાયા


SHARE







મોરબીના જેતપર ગામે પાણીના ટાંકા પાસે જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી તાલુકાના જેતપર ગામે પાણીના ટાંકા પાસે બગીચાની સામેના ભાગમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી ૨૭૩૦ ની રોકડ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે બગીચા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સુનિલ કુકાભાઇ દેગામાઅજય પુરણભાઈ ચોરસીયાસાગર અમરશીભાઈ માલણીયાતસાગર મનજીભાઈ માલણીયાત અને દિનેશ મનજીભાઈ માલણીયાત જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની ૨૭૩૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક ચોરી

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલી યસ બેન્કની સામેની શેરીમાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્ક પાસે તુષારભાઈ રતિભાઈ પાનસેરીયા જાતે પટેલ (૨૯) રહે દાઉદી પ્લોટ શેરી નંબર -૨ વાળા એ પોતાનું બાઇક નંબર જીજે ૧૧ એઆર ૬૭૨૫ જેની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા પાર્ક કરીને મૂકી રાખેલ હતુ જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં તુષારભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News