મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ડાક પાર્સલની આડમાં દારૂની હેરાફેરી !: ટંકારાના લજાઇ પાસે ગોડાઉનમાંથી ૪૨૮૪ દારૂ સાથે છ શખ્સની ધરપકડ, એકની શોધખોળ


SHARE











ડાક પાર્સલની આડમાં દારૂની હેરાફેરી !: ટંકારાના લજાઇ પાસે ગોડાઉનમાંથી ૪૨૮૪ દારૂ સાથે છ શખ્સની ધરપકડ, એકની શોધખોળ

ટંકારા તાલુકાનાં લજાઇ ગામની સીમ આવેલ ઉમા પ્લાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ગોડાઉનમાં ડાઉની રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી દારૂની ૪૨૮૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૭,૫૨,૬૬૦ નો દારૂ તેમજ વાહનો, તથા અન્ય મુદામાલ મળી કુલ ૨૬,૯૪,૧૬૦ ના મુદામાલ સાથે હાલમાં છ રાજસ્થાનીની ધરપકડ કરેલ છે અને આ ગોડાઉન ભાડે રાખનાર તેમજ દારૂ મંગાવનાર રાજસ્થાની શખ્સનું નામ સામે આવ્યું હોવાથી તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ સહરું કરવામાં આવી છે

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબીની અને સ્થાનિક પોલીસ દારૂ જુગારની  સહિતની બદીને ડામવા માટે કામગીરી કરી રહી છે ત્યારે એલ.સી.બી.ની ટીમના સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા, દશરથસિંહ ચાવડા તથા વિક્રમભાઇ કુગસીયાને સયુંકતમાં ખાનગી હકિકત મળી હતી કે, ટંકારા તાલુકાના લજાઇ-હડમતીયા રોડ ઉપર લજાઇ ગામની સીમમાં આવેલ ઉમા પ્લાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉનમાં અમુક ઇસમો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં સ્ટોર કરીને જુદાજુદા વાહનો મારફતે તેનું વેચાણ કરી રહ્યા છે જેથી કરીને એલસીબીની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂના જથ્થા સાથે છ શખ્સો મળી આવ્યા હતા

હાલમાં પોલીસ દ્વારા જે આરોપીઓને પકડવામાં આવ્યા છે તેમાં મુકેશકુમાર પુનમારામ જાંગુ (૨૭) રહે. રાજીવનગર પુર ગામ જીલ્લો સાંચૌર, ભવરલાલ મંગળારામ ખોડ (૨૦) રહે. દુઠવા જીલ્લો સાંચૌર, અનિલકુમાર ભાગીરથજી લટીયાલ (૨૩) રહે ગીરધરધોરા જીલ્લો સાંચૌર, પ્રવિણકુમાર ભગવાનારામ ગોદારા (૨૧) રહે. ડડુસણ જીલ્લો સાંચોર, મોહનલાલ ઉનમારામ ગોદાર (૧૯) રહે. ડડુસણ જીલ્લો સાંચૌર, ઓમપ્રકાશ હીરારામ ખીચડ (૨૨) રહે. દુઠવા જીલ્લો સાંચૌરનો સમાવેશ થાય છે અને આ શખ્સોની પાસેથી ગોડાઉન ભાડે રાખનાર અને દારૂનો જથ્થો મંગાવનાર પ્રદિપ રહે. સાંચૌર (રાજસ્થાન) વાળાનું નામ સામે આવ્યું છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમે સ્થળ ઉપરથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ પેટીઓ નંગ-૩૫૭ કબજે કરેલ છે જેની કુલ કિંમત ૧૭,૫૨,૬૬૦ થાય છે અને તે ઉપરાંત મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નં જીજે ૩ બીડબલ્યુ ૬૦૪૩, અલગ અલગ કંપનીના ૯ મોબાઇલ ફોન, મારૂતી સુઝુકી કંપનીની કેરીટર્બો ગાડી નં જીજે ૨૫ યુ ૩૩૮૪, જેની કિંમત ૩,૦૦,૦૦૦, રોકડા ૧,૧૦,૦૦૦ આમ કુલ મળીને ૨૬,૯૪,૧૬૦ નો મુદામાલ કબ્જે કરેલ છે. અને એક ગાડીમાં ડાક પાર્સલ પણ લેખલે છે એટ્લે કે ડાક પાર્સલની આડમાં આ શખ્સો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી તેનો પણ પર્દાફાશ કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ.ડોલની સૂચના મુજબ એલસીબીના પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા અને એ.ડી. જાડેજા તથા એલ.સી.બી. તેમજ પેરોલ ફર્લો સ્કવોડની ટિમ દ્વારા કરવામાં આવેલ છે






Latest News