મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી) ઘાટીલા ગામની સીમમાં ચેકડેમ પાસેથી ૩૦૦ લિટર દેશી દારૂ-૧૪૦૦ લિટર આથા સાથે એક પકડાયો


SHARE







માળીયા (મી) ઘાટીલા ગામની સીમમાં ચેકડેમ પાસેથી ૩૦૦ લિટર દેશી દારૂ-૧૪૦૦ લિટર આથા સાથે એક પકડાયો

માળીયા મીયાણા તાલુકાના ઘાટીલા ગામની સીમમાં ચેકડેમ પાસે એલસીબીની ટીમ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો ૧૪૦૦ લીટર તથા તૈયાર દેશી દારૂ ૩૦૦ લીટર મળી આવતા પોલીસે ૮૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન માળિયા મિયાણા તાલુકાના ઘાટીલા ગામની સીમમાં ચેકડેમની બાજુમાં આવેલ હડકાયા હોકડા તરીકે ઓળખાતા વિસ્તારમાં બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૪૦૦ લીટર આથો તથા ૩૦૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે કુલ મળીને ૮૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર મિલનભાઈ જાદવભાઈ સનુરા જાતે કોળી (૨૩) રહે. જુનાઘાટિલા તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

વાંકાનેર હાઇવે ઉપર આવેલ વરમોરા સિરામિકની પાછળના ભાગમાં પાવર હાઉસની બાજુમાં સનરાઈઝ સિરામિક સામે બાવળની જાળીમાં સ્થાનિક પોલીસે દારૂની રેડ કરી હતી અને ત્યારે ત્યાંથી મહિલા બુટલેગર ૩૦૦ લીટર દારૂના જથ્થા સાથે મળી આવી હોય ૬૦૦૦ રૂપિયાની કિંમતનો પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ગીતાબેન ગોરધનભાઈ માથાસુરીયા જાતે દેવીપુજક (૩૦) રહે. વરમોરા સીરામીક પાછળ પાવર હાઉસની બાજુમાં બાવળની જાળીમાં વાંકાનેર મૂળ રહે. કાનપર તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News