મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ ફાટક પાસે ટ્રેન હડફેટે મહિલાનું મોત: ઓળખ મેળવવા તજવીજ


SHARE







મોરબીમાં નટરાજ ફાટક પાસે ટ્રેન હડફેટે મહિલાનું મોત: ઓળખ મેળવવા તજવીજ

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે સાર્થક સ્કૂલની સામેના ભાગમાં રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે એક મહિલા ચડી ગઈ હતી જેથી કરીને તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહને સિવિલે ખસેડીને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવ મળતી માહિતી મુજબ મોરબીમાં નટરાજ ફાટક પાસે સાર્થક સ્કૂલની સામેના ભાગમાં રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે એક મહિલા ચડી ગઈ હતી જેથી કરીને તે મહિલાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, બપોરે ઘટના બની હતી ત્યાર બાદ સાંજ સુધીમાં મૃતક મહિલાની ઓળખ થયેલ નથી જેથી કરીને બી ડીવીઝન પોલીસના જે.જે. ડાંગર દ્વારા હાલમાં મૃતક મહિલાની ઓળખ મેળવવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે બિન આધાર ભૂત સૂત્રોના કહેવા મુજબ ટ્રેન આવવાના સમય પહેલા મંદિર પાસે બેઠી હતી તેવું ચર્ચા રહ્યું છે જેથી કરીને બનાવ આપઘાતનો છે કે પછી અકસ્માતનો તે દિશા તપાસ ચાલી રહી છે






Latest News