મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાનાં ૧૫ થી વધુ ગામોને પાણી પહોચડવા પાણીચોરી બંધ કરાવો: કેબિનેટ મંત્રીનો આદેશ


SHARE







માળીયા (મી) તાલુકાનાં ૧૫ થી વધુ ગામોને પાણી પહોચડવા પાણીચોરી બંધ કરાવો: કેબિનેટ મંત્રીનો આદેશ

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ૧૫ થી વધુ ગામમાં પીવાના પાણીની સમસ્યા હોય આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ માળીયા તાલુકાના ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં સ્થાનિક લોકો ની રજૂઆતો સાંભળ્યા બાદ પીવાના પાણીની લાઈન માંથી લેવામાં આવેલા ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવા માટે આદેશ કર્યો છે તેની સાથોસાથ જે ગામમાં પાણી નથી પહોંચતું ત્યાં તાત્કાલિક અસરથી ટેન્કર શરૂ કરીને લોકોને પીવાનું પાણી સમયસર પહોંચાડવા માટે સૂચના આપેલ છે

મોરબી જિલ્લાના પાંચ તાલુકા પૈકીના માળિયા મીયાણા તાલુકાના ૧૫ જેટલા ગામમાં પીવાના પાણીની લાઈન ગામ સુધી પહોંચી ગઇ છે પરંતુ ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોય અથવા તો અનિયમિત મળતું હોય તેવી ઘણી બધી ફરિયાદો મળતી હોય જેથી કરીને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે મોરબી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારે માળિયા મીયાણા તાલુકામાં આવતા વવાણીયા ગામે રામબાઈ માતાજીના મંદિર ખાતે સ્થાનિક જુદા જુદા ગામના આગેવાનો અને મહિલાઓ સહિતનાઓની રજૂઆત સાંભળી હતી ત્યારે વવાણીય, બોડકીમોટા દહીસરા સહિતના લગભગ 15 થી વધુ ગામમાં નિયમિત રીતે પીવાનું પાણી લોકોને ન મળતું હોય તેવી સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીને ખાસ સુચના આપીને જે ગામમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી ત્યાં સુધી પહોંચતી પીવાના પાણીની લાઈનમાંથી લેવામાં આવેલા ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવા માટે થઈને આદેશ કર્યો છે

આટલું જ નહીં જો ગેરકાયદેસર કનેક્શન લેનારા કામગીરીમાં સહકાર ન આપે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે પણ સૂચના આપેલ છે તેમજ જે ગામમાં પીવાના પાણીની વધુ સમસ્યા હોય ત્યાં ગામના લોકોને પીવાના પાણી માટે હેરાન થવું ન પડે તે માટે તાત્કાલિક અસરથી મંજૂરીની અપેક્ષા સાથે પાણીના ટેન્કર મંગળવારથી જ દોડાવવાનું શરૂ કરી દેવા માટે થઈને સૂચના આપવામાં આવેલ છે અને માળિયા અને હળવદ તાલુકામા મીઠાના આગરમાં કામ કરતા અગરિયાઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે થઈને ખાસ યોજના અમલમાં મૂકવામાં આવશે તેવું પણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે અને તાત્કાલિક અસરથી આ યોજના માટેના કામને હાથ પર લેવા માટે અધિકારીને ભાર પૂર્વક કરવામાં આવ્યું છે આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઇ હુંબલ તેમજ જેઠાભાઇ મિયાત્રા, તપનભાઈ દવે, મણિભાઈ સરડવા, ગોપાલભાઈ સરડવા તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News