મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં આજથી હરરાજી સહિતની કામગીરી શરૂ: જણસીના ભાવ પૂરા મળતા ખેડૂતો ખુશખુશાલ


SHARE







મોરબી યાર્ડમાં આજથી હરરાજી સહિતની કામગીરી શરૂ: જણસીના ભાવ પૂરા મળતા ખેડૂતો ખુશખુશાલ

મોરબી યાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતોને નુકશાન ન થાય તે માટે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને યાર્ડને બંધ કરવામાં આવ્યું હતી જો કે, સોમવારથી મોરબીના યાર્ડમાં ફરી પછી હરરાજી સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે યાર્ડમાં માલ લઈને આવેલા ખેડૂતોને માલનો પૂરો ભાવ આવતો હોવાથી ખેડૂતોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી

ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી હતી જેથી કરીને ખેડૂતોને નુકશાન ન થાય તે માટે મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં જણસીની હરરાજીનું કામ બંધ કરવામાં આવ્યું હતું જો કે, હવે વાતાવરણ ખુલ્લુ થઈ ગયેલ છે અને નવલખી પોર્ટ સહિતના સ્થળોએ કામ કાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજથી મોરબીના શનાળા રોડ  ઉપર આવેલ માર્કેટ યાર્ડ પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબી, માળીયા અને તનકરા તાલુકાનાં ખેડૂતો તેનો માલ લઈને હરરાજીમાં આવ્યા હતા

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી હતી જેથી મોરબીમાં માર્કેટ યાર્ડમાં મોરબી, માળીયા અને તનકરા તાલુકાનાં ખેડૂતો માલ લઈને આવે અને તેના માલને નુકશાન ન થાય તે માટે યાર્ડને બંધ કરવામાં આવેલ હતું જો કે, સોમવારથી યાર્ડને શરૂ કરવામાં આવ્યું છે તેવું યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયાએ જણાવ્યુ છે અને હાલમાં જીરૂ, તલ, ચણા, એરંડા, જાર, ઘઉં સાહિતની જણસી લઈને ખેડૂતો યાર્ડમાં વેચાણ માટે આવ્યા હતા

જો કે, હજુ પણ વાતાવરણ વરસાદી હોવાથી યાર્ડના સંચાલકોએ ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા માટેની ભલામણ કરેલ છે અને જે વેપારીઓએ માલની ખેડૂતો પાસેથી ખરીદી કરી લેતા હોય છે તેઓને પણ તેનો માલ પોતાના ગોડાઉનમાં અથવા સુરક્ષીત જગ્યાએ રાખવા માટેની યાર્ડના સંચાલકોને સૂચના આપવામાં આવી છે






Latest News