મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને માથામાં લોઢી મારનાર તેની પત્નીની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાનને માથામાં લોઢી મારનાર તેની પત્નીની ધરપકડ

મોરબી નજીકના સનાળા ગામે વણકરવાસમાં રહેતા યુવાને તેની પત્નીએ લોઢી વડે માથામાં માર માર્યો હતો અને ગાળો આપી હતી તેમજ જમણા હાથના અંગૂઠામાં બચકુ ભરી લીધું હતું જેથી યુવાને સારવાર લીધા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા નારણભાઈ રામજીભાઈ સોલંકી (૩૩) એ તેની પત્ની સીતાબેન નારણભાઈ સોલંકીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતેઓ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે તેની પત્નીએ તેના હાથમાં રહેલ રોટલી બનાવવા માટેની લોખંડની લોઢી તેના માથાના જમણા ભાગમાં મારી હતી અને તેને ગાળો આપીને જમણા હાથના અંગૂઠામાં બટકું ભરી લીધું હતું જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી મહિલા સીતાબેન નારણભાઈ સોલંકીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ એ.જે. મિનરલ નામના કારખાના સામેથી રસ્તા ઉપરથી મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા મુકેશભાઈ કરસનભાઈ ભાલોડીયા પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈક સહિત રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી મુકેશભાઈ ભાલોડીયાને જમણા ખભામાં તથા માથામાં ઇજા થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News