મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી ચેરમેન અને તેના દીકરાએ આધેડને માર માર્યો, ગુનો નોંધાયો


SHARE







મોરબી પાલિકાના માજી ચેરમેન અને તેના દીકરાએ આધેડને માર માર્યો, ગુનો નોંધાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી આગળના ભાગે જેલ ચોકની સામે આવેલ વિસ્તારમાં મકાન ઉપર પાણી છાંટતા સમયે પાણી ઉડે છે તેમ કહીને મહિલાએ બોલાચાલી કરી હતી અને આધેડને ગાળો આપી હતી અને ત્યારબાદ મહીલાના દીકરાએ લોખંડના પાઇપ વડે આધેડને માર મારીને ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં મોરબી પાલીકાના માજી ચેરમેન તેમજ તેમના દિકરાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાતા હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેલચોકની સામેના વિસ્તારમાં રહેતા મનોજભાઈ નાનજીભાઈ ગોહેલ (ઉમર ૫૦) એ હાલમાં એડિવિઝન ખાતે ભાનુબેન ચંદુભાઈ નગેવાડીયા અને મૌલિક ચંદુભાઈ નગેવાડીયા રહે. બંને જેલચોક સામે મોરબી વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ફરિયાદી મનોજભાઇનું મકાનનું બાંધકામ ચાલુ હોય પોતે પોતાના મકાનમાં પાણી છાંટતા હતા ત્યારે પાડોસમાં રહતા આરોપીઓએ પાણી ઉડે છે તેમ કહીને પહેલા ભાનુબેન નગેવાડીયાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેમના દિકરા મૌલિક નગેવાડીયાએ લોખંડના પાઇપ વડે મનોજભાઇને માથા અને શરીરે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં મનોજભાઇએ પાલીકાના માજી ચેરમેન ભાનુબેન નગેવાડીયા અને તેના દીકરા મૌલિક નગેવાડીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે જેની આગળની તપાસ જયપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

ઈજાગ્રસ્ત બાળકી સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર સત્યમ હોલ પાસે રહેતા કાનજીભાઈ બાલુભાઈ ભીલની પાંચ વર્ષની દીકરી સંગીતાને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે સંગીતા કાનજીભાઈ ભીલ નામની પાંચ વર્ષની બાળકી ભાભા ઘરઘંટીની નજીક રમતી હતી ત્યારે ત્યાં ગાડીવાળાએ તેને હડફેટે લેતા પગના ભાગે ઇજા થતાં સારવાર માટે ખસેડાઈ હતી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના શનાળા-કંડલા બાયપાસ હાઈવે ઉપર શક્તિમાતાના મંદિર નજીક બન્યો હતો. જ્યાં બાઇક સ્લીપ થઈ જતા ઇજા પામેલા ભવ્ય વિજયભાઈ હાંસલીયા (ઉંમર ૧૨) રહે.ખજુરડા રાજકોટ વાળાને ઇજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

મોરબીના ઝુલતાપુલ સામે દરબારગઢ નજીક રહેતા વણુંભાઈ ડોડીયાર નામના ૫૫ વર્ષના વૃદ્ધ સાયકલ લઈને આલાપ રોડ ઉપર સ્મશાન નજીકથી જતા હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા રીક્ષા ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે એ ડિવિઝનના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News