મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમીકાએ પરણિત પ્રેમીને પત્ની સાથે છૂટાછેડા લઇને લગ્ન કવાનું કહેતા પ્રેમીએ પ્રેમીકાને ઢીબી નાખી..!


SHARE







મોરબીમાં પ્રેમીકાએ પરણિત પ્રેમીને પત્ની સાથે છૂટાછેડા લઇને લગ્ન કવાનું કહેતા પ્રેમીએ પ્રેમીકાને ઢીબી નાખી..!

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વૈભવનગરમાં ગીતાંજલિ સ્કૂલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમા મહિલાએ તેના પરિણીત પ્રેમીને “તું તારી પત્ની સાથે છૂટાછેડા કેમ લેતો નથી અને મારી સાથે કેમ કાયદેસરના લગ્ન કરતો નથી” તેમ કહ્યું હતું ત્યારે પરણિત પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે મહિલા સાથે બોલાચાલી કરી ઝઘડો કરીને ઢીકાપાટુ અને લાતો વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અરિહંત સોસાયટી બ્લોક નંબર ૩૩/બી માં રહેતા નેહલબેન પ્રવીણભાઈ શાંતિલાલ પોપટ જાતે લોહાણા (ઉમર ૩૨) એ હાલમાં યજ્ઞેશભાઈ પ્રવીણભાઈ ગોહિલ જાતે દરજી રહે.ગીતાંજલી વિદ્યાલય પાસે વૈભવનગર શનાળા રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણીએ જણાવેલ છે કે ગત તા.૧૩-૬ ના રોજ રાતના એકાદ વાગ્યાના અરસામાં ફરિયાદીને આરોપીએ પોતાના ઘરે હાજર હતા તે વખતે ફરિયાદી મહિલાએ આરોપી યજ્ઞેશભાઈને કહ્યું હતું કે “તું તારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે તેમ છતાં છૂટાછેડા કેમ લેતો નથી અને મારી સાથે કાયદેસરના લગ્ન કેમ કરતો નથી..?” જેથી કરીને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બોલાચાલી કરી ઝઘડો કરીને નેહલબેનને ઢીકાપાટુ અને લાતો વડે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી હાલમાં નેહલબેને નોંધાવેલ ફારીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને હુમલાખોર પ્રેમી યજ્ઞેશભાઈ દરજીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. બનાવની આગળની તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના વીસીપરા કુલીનગર-૧ માં રહેતો સલીમ કાદરભાઈ નામનો ૨૫ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ કારણસર દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના પાનેલી ગામે રહેતા કંકુબેન પાંચાભાઇ ટીડાણી નામના ૪૨ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઈજા થતાં સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે કંકુબેન ટીડાણી ઘરેથી બહાર જવા માટે નીકળ્યા હતા ત્યારે પાનેલી ગામે વાડી વિસ્તારમાં અજાણ્યા વાહનની ટક્કર લાગી જતા પગના થાપાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવારમાં ખસેડાયા હતા.રિક્ષા ચાલકે તેમને હડફેટે લીધા હોવાનું ખુલ્યું હતું.હાલ તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News