મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની શ્રેયસ વિર્ધાલય કે જયાં આજે પણ બાળકોને સ્લેટ-પેનથી ભણાવાય છે..


SHARE







મોરબીની શ્રેયસ વિર્ધાલય કે જયાં આજે પણ બાળકોને સ્લેટ-પેનથી ભણાવાય છે..

મોરબીની નામાંકીત અને લુહાર સમાજ મોરબીનાં સેવાભાવી સાથે સમાજના સામાજિક કાર્યકર સાથે લુહાર સમાજ મોરબીના પ્રમુખ જેઓ માસ્ટરનાં ઉપનામે ઓળખાય છે તેવા ધીરૂભાઈ પ્રાગજીભાઈ પિત્રોડા જે શ્રેયસ વિર્ધાલયનાં મુખ્ય સંચાલક છે તેમનાં દ્વારા નાના બાળકોને (એલકેજી-યુકેજીના) સ્લેટ અને સ્લેટ પેનનું વિતરણ કરી સ્ટુડન્ટના વાલીઓને સ્લેટનું મહત્વ સમજાવી જાણકરી આપી હતી કે આજના યુગમાં જ્યારે ભણતરની જરૂરિયાત દરેક વસ્તુ મોંઘી થતી જાયછે ત્યારે ચારથી છ વર્ષનું બાળક પ્રાથમિક રિતે નોટબૂક કે ચોપડાનું મહત્વ કે ઉપયોગ બરોબરનો સમજતું ન હોઈ જે મોંઘા ચોપડા સ્વભાવિક રીતે ફાડી તોડી વેડફી નાખે છે અને વાલીઓને ખોટા ખર્ચ થતાં હોઈ ત્યારે સ્લેટ જે અગાઉ આજથી ૨૦ વર્ષ પૂર્વ સુઘી સ્કૂલમાં વપરાતી તેમનું આ યુગમાં પણ આગવું મહત્વ હોય જે બિન જરૂરી નોટબુકોનાં ખર્ચ સાથે સાથે બાળકોને પ્રાથમિક શિક્ષક માટે પણ મહત્વનો ભાગ ભજવે છે માટે સ્કુલ દ્વારા અમો સ્લેટનો વપરાશ ફરી શરૂ કરીએ છીએ તેવી માહિતી વાલીઓને આપી હતી, અને ત્યાર બાદ ધોરણ છ થી આઠ ધોરણની સ્કૂલની સ્ટુડન્ટ વિર્ધાર્થીની ઓને સેનેટરી પેડનું વિતરણ કરી શાળાના આચાર્ય જ્યોતિબેન પિત્રોડાએ બાળાઓની માતાને સેનેટરી પેડનાં વિશે જાણકારી આપી વિતરણ કરાયું હતું..

આ કાર્યક્રમમાં શ્રેયસ વિર્ધાલય દ્વારા એલકેજી-યુકેજીના આશરે ૭૫ થી વધુ બાળકોને સ્લેટ તથા સ્લેટ પેનનું વિતરણ કરાયુ હતું, જયારે ધોરણ છ થી આઠની આશરે ૫૦ થી વધુ બાળાઓને સેનેટરી પેડનું વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા જોકે સ્કૂલના સંચાલક નિલેશભાઈ ધીરૂભાઈ પિત્રોડા સાથે શાળાની શિક્ષિકા સ્ટાફે અનેરો સહયોગ આપ્યો હતો.






Latest News