મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના સુલતાનપુર ગામે તાજી જન્મેલ બાળકીને ત્યજી દેનાર મહિલા સામે ગુનો નોંધાયો


SHARE







માળીયા (મી)ના જુના સુલતાનપુર ગામે તાજી જન્મેલ બાળકીને ત્યજી દેનાર મહિલા સામે ગુનો નોંધાયો

માળીયા મીંયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામે પ્રાથમિક શાળાની પાછળથી ત્યજી દેવામાં આવેલ તાજી જન્મેલ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે અજાણી સ્ત્રીની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામે આંગણવાડી પાસે રહેતા બહાદુરભાઈ શંકરભાઈ સનુરા જાતે કોળી (૩૩) એ અજાણી સ્ત્રીની સામે હાલમાં મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, જુના સુલતાનપુર ગામે આવેલ પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં કોઈ અજાણી સ્ત્રી તેની તાજી જન્મેલ બાળકીનો મૃતદેહ ત્યજીને નાશી ગયેલ છે જેથી કરીને પોલીસે આ અંગેની ફરિયાદ લઈને અજાણી સ્ત્રીની સામે ગુનો નોંધી તાજી જન્મેલ બાળકીને મૃત હાલતમાં ત્યજીને નાશી ગયેલ મહિલાને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના ચાર માળીયા લીલીપર રોડ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ લધુરામ પરમાર નામના ૩૨ વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપરના સુકુન પ્લસ નામના કારખાના નજીક ગઈકાલ સાંજે કોઈ ઝરી જનાવર કરડી જતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે નોંધ થતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરાયેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી વજીબેન દેવજીભાઈ રૈયાણી નામના ૮૧ વર્ષના વૃદ્ધાને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ વાહનમાં બેસીને ખાનપરથી મોરબી આવતા હતા ત્યારે શનાળા બાયપાસ ઓવરબ્રિજ નજીક તેઓ વાહનમાંથી અકસ્માતે નીચે પડી જતા ઇજા પામતા તેમને સારવારમાં ખસેડાયા હતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News