મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિઓ સાથે સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે બેઠક યોજતા મંત્રી કનુભાઈ દેસાઈ


SHARE







મોરબીના ઉદ્યોગપતિઓ સાથે સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે બેઠક યોજતા મંત્રી કનુભાઈ દેસાઈ

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજરોજ બિપરજોય વાવાઝોડા અંતર્ગત નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જિલ્લાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, એલપીજીની પાઈપલાઇન ચાલુ રખાશે તો જે તે ઉદ્યોગપતિ જવાબદાર બનશે, જેથી સ્વૈચ્છિક રીતે બંધ રાખવા પણ તેમણે અપીલ કરી હતી. વાવાઝોડા સંદર્ભે વહીવટી તંત્રને સહયોગ આપવા તેમજ વહીવટી તંત્ર સાથે રહીને તમામ તૈયારીઓ કરવા ઉદ્યોગકારોને તેમણે જણાવ્યું હતું. સોલ્ટના ઉદ્યોગકારોને તેમણે મીઠાના આગરીયાઓ તેમજ મીઠા ઉદ્યોગમાં કામ કરતા લોકોને આજ સાંજ સુધીમાં ત્યાંથી હટાવી લેવા જણાવ્યું હતું.

ઉદ્યોગકારોએ તેમના ઉદ્યોગ હેઠળના લેબર્સ માટે નજીકની શાળાઓ ખાતે શિફ્ટિંગ માટે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ઉપરાંત ગેસ કનેક્ટિવિટી તથા વીજ પુરવઠાની સ્થિતિ અંગેની વિગતો પણ સમાયસર આપવા જણાવ્યું હતું.આ બેઠકમાં મંત્રી સાથે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ.ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય. વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. સિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તથા ઈશિતાબેન મેર, જિલ્લા પુરવઠા અધિકારી ડી.સી.પરમાર, એ.આર.ટી.ઓ.રોહિત પ્રજાપતિ તેમજ જિલ્લાના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News