મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્કની સફાઇ કરાવવા કે ઊંડે કામદારોને ઉતારવા પર પ્રતિબંધ


SHARE







મોરબી જીલ્લામાં ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્કની સફાઇ કરાવવા કે ઊંડે કામદારોને ઉતારવા પર પ્રતિબંધ

કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે ‘‘ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩નો અમલ તા. ૧૯/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમનો તા.૧૨/૧૨/૨૦૧૩થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઇ કામદાર, શ્રમજીવી, વ્યક્તિને ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા, ઊંડે ઉતારવા પર પ્રતિબંધ ફરમાવી, ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.


મોરબી જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ તમામ ખાનગી મિલ્કત/સોસાયટીઓ/ફલેટો/ રહેણાંક વસાહતો/ હોટલો/ રેસ્ટોરન્ટ/ હોસ્પીટલો/ પેઢીઓ/ શાળા/ કોલેજો/ હોસ્ટેલો વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલ ભૂગર્ભ ગટર, ખાળકુવા, સેફટી ટેન્કમાં જમા થયેલ ગંદુપાણી કે કાદવ વગેરે બહાર કાઢવા માટે કે બંધ થયેલ લાઈન સાફ કે ચાલુ કરવા માટે ક્યારેય કોઈપણ સફાઇ કામદાર, શ્રમજીવી, વ્યક્તિને ખાળકૂવા કે સેફ્ટીટેન્કની સફાઇ કરાવવા ઊંડે ઉતારવાના રહેશે નહિ કે તે માટે કોઈ ફરજ પાડી શકશે નહી.

આ અધિનીયમની જોગવાઈ અનુસાર આ પ્રકારે કોઈપણ ઈસમનું દુર્ઘટનામાં મૃત્યુ થયેથી જવાબદાર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ ઉપરાંત નામ.સુપ્રિમ કોર્ટના રીટ પિટિશન નં. ૫૮૩/૨૦૦૩ના તા.૨૭/૩/૨૦૧૪ના ચુકાદાથી આપેલ આદેશ અનુસાર ૧૦.૦૦ લાખનું ભોગ બનનારને વળતર અને દંડ ભરવા કસૂરવાર થશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા વિંનતી છે. કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટ્રીએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી આપણે સૌ સાથે મળી ગેસ ગળતરથી થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવીએ તેવું  જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 






Latest News