મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીથી માટેલ જતાં પદયાત્રી યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સારવારમાં


SHARE







મોરબીથી માટેલ જતાં પદયાત્રી યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સારવારમાં

મોરબીમાં વાવડી ચોકડી પાસે રહેતો યુવાન પગપાળા ચાલીને માટેલ જતો હતો ત્યારે જોધપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા ઈજા પામેલ યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની વાવડી ચોકડી પાસે રહેતો પરમાર દિલીપ કરસનભાઈ (૨૨) નામનો યુવાન મોરબીથી પગપાળા ચાલીને માટેલ દર્શન કરવા માટે કાટો હતો ત્યારે રસ્તામાં જોધપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને માથામાં તથા પગે ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અશ્વિનભાઈ ઝાપડિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ખાનપર ધુળકોટ રોડ ઉપર અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ધોરાજી ખાતે રહેતા અલ્ફેઝભાઈ કુરેશી (૧૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ માનસ ધામ સોસાયટીમાં રહેતા મોન્ટુ નાનજીભાઈ સોલંકી (૩૨) નામના યુવાનને મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જસપાલસિંહ ચલાવી રહ્યા છે અને વધુમાં મળતી માહિતી મુજબ યુવાનના ઘરે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં તેને ઇજા થઇ હોવાથી સારવારમાં ખસેડવામાં આવેલ છે






Latest News