મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સના વેપારીને ૫.૪૦ લાખની લેણી રકમ વ્યાજ સહિત ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE







મોરબીમાં ટાઇલ્સના વેપારીને ૫.૪૦ લાખની લેણી રકમ વ્યાજ સહિત ચૂકવવા કોર્ટનો આદેશ

મો૨બીના સિરામિક ઉધોગના વેપારી પાસેથી માલની ખરીદી કરવામાં આવી હતી ત્યાર બાદ તેને રૂપિયા આપવામાં આવ્યા ન હતા જેથી કરીને ટાઇલ્સની લેણી રકમ માટે દાવો કરવામાં આવ્યો હતો અને તે દાવો કોર્ટમાં ચાલી જતાં વેપારીને મૂળ રકમ દાવાની તારીખથી વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે

મોરબીના એનેકસ ગ્લા એન્ડ સીરામીકસના માલીક જીજ્ઞેશભાઈ કિશોરભાઈ કાલરીયાએ સદગુરુ સેલ્સના માલીક વિઠલભાઈ બેચ૨ભાઈ ગોધાણી સામે સીરામીક ટાઈલ્સની લેણી ૨કમ ૫,૪૦,૫૭૪ વસુલ મેળવવા મો૨બીની સીવીલ અદાલતમા લેણી રકમનો દાવો કર્યો હતો અને વર્ષ ૨૦૨૦ થી દાખલ કરેલ દાવો ચાલી જતા મોરબીની અદાલતે પ્રતિવાદી વિઠલભાઈ બેચ૨ભાઈ ગોધાણી તે સદગુરુ સેલ્સના માલીક સામે સદરહુ દાવાની લેણી રકમ ૫,૪૦,૫૭૪ દાવો દાખલ થયાની તારીખથી ૭ ટકાના વ્યાજ સહીત મોરબીના સીરામીકના વેપારી જીજ્ઞેશભાઈ કિશોરભાઈ કાલરીયાને ચુકવી આપવાનો હુકમ કરેલ છે. આ દાવામા વાદીના વકીલ તરીકે મોરબીના ભાવેશભાઈ ડી.ફુલતરીયા અને રાજેશ જે.જોષી રોકાયેલા હતા.






Latest News