મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાનીબરારમાં ખોખારો શું ખાસ તેમ કહીને વૃદ્ધને ઢીબી નાખ્યા : જાનથી મારી નાંખવાની ધમકી


SHARE







માળીયા (મી)ના નાનીબરારમાં ખોખારો શું ખાસ તેમ કહીને વૃદ્ધને ઢીબી નાખ્યા : જાનથી મારી નાંખવાની ધમકી

માળીયા મીયાણા તાલુકાના નાનીબરાર ગામે રહેતા વૃદ્ધ પોતાની દુકાન તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઉધરસ આવતા ખોંખારો ખાધો હતો જેથી કરીને ખોખારો શું ખાસ તેમ કહીને તેને ગાળો આપવામાં આવી હતી અને ત્યારે વૃદ્ધે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેને છાતીના ભાગ ઘુસ્તો મારીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ મોઢા ઉપર ઝપતો મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના નાનીબરાર ગામે રહેતા અને ત્યાં દુકાન ધરાવતા રામભાઈ નરસંગભાઇ ડાંગર જાતે આહિર (૭૩) એ હાલમાં ચંદુભાઈ પરબતભાઈ બકુત્રા રહે. નાની બરાર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાની દુકાને જતા હતા ત્યારે રસ્તામાં તેને ઉધરસ આવતા તેને ખોખારો ખાધો હતો અને ત્યારે ત્યાં હાજર રહેલા આરોપીએ ખોખરો શું ખાસ તેમ કહીને તેને ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદી વૃદ્ધે ગાળો આપવાની ના પાડતા ઉસકેરાઈ ગયેલા શખ્સે તેને છાતીના ભાગે ઘૂસ્તો માર્યો હતો અને ત્યારબાદ ઢીકાપાટુનો માર મારીને ગાલ ઉપર તમાચા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News