મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ અને ગાળા ગામ પાસેથી દારૂની નાની-મોટી ૨૫૬૮ બોટલનો જથ્થો ઝડપાયો: આરોપીઓની શોધખોળ


SHARE







મોરબીના નાગડાવાસ અને ગાળા ગામ પાસેથી દારૂની નાની-મોટી ૨૫૬૮ બોટલનો જથ્થો ઝડપાયો: આરોપીઓની શોધખોળ

મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસેથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી તેમજ નાગડાવાસ ગામ પાસે આવેલ વાડીમાં કપાસની સાઠઈઓના ઢગલા નીચે છુપાવેલ દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે આ બે રેડ દરમિયાન કુલ મળીને ૨૫૬૮ બોટલ દારૂ કબજે કરેલ છે અને ગાડીના ચાલક તથા વાડીના માલિક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધીને તે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળા અને તેનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ગાળા ગામના પાટીયા તરફ આવી રહેલ બોલેરો પીકપ ગાડીના ચાલકે પોલીસને રસ્તા ઉપર જોઈ જતા પોતાની બોલેરો ગાડીને યુ ટર્ન વાળીને ભાગવા જતો હતો ત્યારે પોલીસે તેનો પીછો કર્યો હતો જેથી કરીને ગાળાથી ગુંગણ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા ખેતર પાસે બોલેરો પીકપ ગાડીનો ચાલાક પોતાની બોલેરો ગાડી નંબર જીજે ૪ એટી ૩૫૪૪ મૂકીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસ દ્વારા બોલેરો ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની ૧૧૪ પેટી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૩૬૮ બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ૪.૮૯ લાખનો દારૂ તેમજ બોલેરો ગાડી મળીને કુલ ૭.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં બોલેરો ગાડીને છોડીને ભાગી ગયેલા તેના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ ઉપરાંત મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં ઊંચા સરાના માર્ગે ભાવેશભાઇની વાડીમાં કુવા પાસે કપાસની સાઠીઓની આડમાં દારૂનો જથ્થો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અજીતસિંહ પરમાર, દિનેશભાઈ બાવળીયા અને દિવ્યરાજસિંહ જાડેજાનો બાતમી માળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં વાડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ ની ૫૫ પેટીઓ મળી આવી હોય પોલીસે દારૂની નાની મોટી ૧૨૦૦ બોટલ કબજે કરી હતી અને ૧,૯૬,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મુદ્દામાલ નાગડાવાસ ગામે રહેતા ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા જાતે આહિરનો હોવાનું સામે આવતા તેની સામે પણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News