માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં ભાવપર ગામે યુવાનની હત્યાના ગુનામાં બે મહિલા સહિત પાંચ આરોપી જેલ હવાલે


SHARE











માળીયા (મી)નાં ભાવપર ગામે યુવાનની હત્યાના ગુનામાં બે મહિલા સહિત પાંચ આરોપી જેલ હવાલે

માળીયા મિયાણા તાલુકાનાં ભાવપર ગામે ભત્રીજાની સાથે સાતેક દિવસ પહેલા ધંધા બાબતે બોલાચાલી કરનારા શખ્સોને ઝઘડો ન કરવા માટે થઈને કાકાએ કહ્યું હતું તે કાકા સહિતના બે વ્યક્તિ ઉપર બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓએ ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે એક યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં ભાવપર ગામે રહેતા ધીરૂભાઈ નરશીભાઈ કાળુ જાતે કોળી (૪૦)એ માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશને છગનભાઇ બચુભાઈ કાળુકેશાભાઈ બચુભાઈ કાળુભરતભાઈ રામભાઈભરતભાઈના પત્ની ગીતાબેન અને છગનભાઈના પત્ની સંગીતાબેન રહે. બધા ભાવપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેતેના ભત્રીજા મુકેશભાઇ પ્રભુભાઇને આરોપી છગનભાઇ અને ભરતભાઇ સાથે સાતેક દીવસ પહેલા ધંધા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યારે ફરીયાદીએ ઝઘડો નહી કરવા સમજાવેલ હતું જે બાબતેનુ મનદુખ રાખી બે મહિલા સહિતના પાંચેય આરોપીઓએ ફરીયાદી તથા બટુકભાઇ નરશીભાઇ કાળુ (૪૫)ને ભુંડાબોલી ગાળો આપી હતી અને આરોપી કેશાભાઈ બચુભાઈ કાળુભરતભાઈ રામભાઈ અને ભરતભાઈના પત્ની ગીતાબેનએ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી છગનભાઇ બચુભાઈ કાળુએ ફરીયાદીને ધોકા વડે માથાના ભાગે બે ઘા મારતા ગંભીર ઇજા થવાથી તેને માથામાં પાંચ ટાંકા આવેલ હતા અને બટુકભાઇ નરશીભાઇ કાળૂ ત્યારે વચ્ચે પડતા આરોપી છગનભાઇ બચુભાઈ કાળુએ તેને પણ માથામાં ધોકો મારતા માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત નીપજયું હતું જેથી ધીરૂભાઈ કાળુએ નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૨૩૨૪૩૨૩૧૧૪૫૦૪૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી છગનભાઇ બચુભાઈ કાળુકેશાભાઈ બચુભાઈ કાળુભરતભાઈ રામભાઈ કાળુગીતાબેન ભરતભાઈ કાળુ અને સંગીતાબેન છગનભાઈ કાળુ રહે. બધા ભાવપર વાળાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News