મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના વીસીપરા નજીક ચોર સમજીને યુવાનને માર મારીને હત્યા કરનારા સાત આરોપીઓની ધરપકડ


SHARE











વાંકાનેરના વીસીપરા નજીક ચોર સમજીને યુવાનને માર મારીને હત્યા કરનારા સાત આરોપીઓની ધરપકડ

વાંકાનેરના લુણસરિયાથી વીસીપરા વચ્ચેના વિસ્તારમાંથી યુવાનને માર મારી હાલતમાં તે મળી આવ્યો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈને ગયા હતા જો કે, તેનું મોત નીપજયું હતું અને તેનું પીએમ કરાવવામાં આવતા આ યુવાનને બોથડ પદાર્થ મરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને મૃતક યુવાનને ચોર સમજીને માર મરવામાં આવતા તેનું મોત થયું જોવાનું સામે આવતા પોલીસે હત્યાના આ ગુનામાં સાત આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા અને મજૂરોનો કોન્ટ્રાક્ટ રાખતા અરવિંદભાઈ ટીહાભાઈ લામકા જાતે ભરવાડ (૪૫) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરના જુના લુણસરિયાથી વીસીપરા વચ્ચેના રોડ ઉપરથી તેના મજુર કાર્તિકસિંગ રૂહયાસિંગ રહે. અજોધીયા વાયા નિલાગીરી તાલુકો ચીત્રકુટ જીલ્લો બોલેશ્વર રાજ્ય ઓડીસા વાળાના શરીરે બોથડ પદાર્થ વડે મુંઢ માર મરેલ હોવાથી તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને તેને રાજકોટ સારવારમાં લઈને ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અરવિંદભાઈ લામકાએ અજાણ્ય શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જો કે, સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા માટે તજવીજ કરી રહી હતી ત્યારે ટેકનીકલ માધ્યમ અને હ્યુમન ઇન્ટેલીઝન્સ મારફતે મળેલ માહિતી આધારે મૃતક યુવાનને લુણસરીયાથી વીસીપરા રોડ વચ્ચે અજાણ્યા માણસોએ ચોર સમજીને બોથડ પદાર્થ દ્વારા મુંઢમાર માર્યો હોવાનું સામે આવ્યું હતું અને શંકસ્પદ શખ્સોની આગવી ઢબે પુછપરછ કરતા તેને મૃતક યુવાનને માર માર્યો હોવાનું કબુલ કર્યું હતું જેથી પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી સાહિલ ઉર્ફે ગબ્બર અબ્દુલભાઇ હાલા જાતે સંધી (૨૨), સચિન ઉર્ફે ચઢ્યો રસિકભાઇ ગોહિલ જાતે કારડીયા (૩૮), પારસભાઇ ઉર્ફે ભજ્જી ભરતભાઇ મકવાણા જાતે કોળી (૨૬), અમનભાઇ અબ્દુલભાઇ આંબલીયા જાતે પીંજારા (૧૯), યુવરાજસિંહ કપુરજી પરમાર જાતે સોઢા દરબાર (૨૦), મોહશીનભાઇ કાસમભાઇ અજમેરી જાતે પીંજારા (૩૦) અને મકસુદશા ઉર્ફે મખ્ખી કાસમશા શાહમદાર જાતે ફકીર (૨૬) રહે. બધા જ ભાટીયા સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરલે છે અને આ આરોપીઓને એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટીમ તેમજ વાંકાનેરના પીઆઇ પી.ડી. સોલંકી અને તેની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે






Latest News