મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃતપાર્કની બાજુમાં બોખાની વાડીમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાને ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન અને તેના માતા-પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃત પાર્કની બાજુમાં આવેલ બોખાની વાડીમાં રહેતા ગણેશભાઈ ધીરુભાઈ નકુમ જાતે દલવાડી (૨૭) એ હાલમાં જગદીશભાઈ ધીરુભાઈ કંઝારીયા, બળવંતભાઈ ધીરુભાઈ કંઝારીયા, ગૌતમભાઈ ધીરુભાઈ કંઝારીયા અને લક્ષ્મણભાઈ શામજીભાઈ નકુમની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓએ તેના ઘર પાસે આવીને તમે કેમ અમને અને અમારા પરિવારને હેરાન કરો છો તેવું કહ્યું હતું અને ત્યારે ફરિયાદી યુવાને કહ્યું હતું કે મારા ભાઈ સાથે તમારે અણ બનાવ હોય તો એમાં અમારે કોઈ લેવાદેવા નથી અને અમે તે વાતમાં કંઈ જાણતા નથી ત્યારે આરોપી જગદીશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે આવેલ તેના ભાઈઓ અને ફરિયાદીના કાકા લક્ષ્મણભાઈએ યુવાનને ગાળો આપી હતી અને બાદમાં તેના હાથમાં રહેલ ધોકા વડે યુવાનને માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી ગણેશભાઈને માથામાં ઇજા થઈ હોવાથી તેના માતા પિતા તેને વચ્ચે બચાવવા માટે પડ્યા હતા ત્યારે તેઓને પણ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ત્રણેય વ્યક્તિઓને ઇજા થઈ હોય ૧૦૮ મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ગણેશભાઈએ હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News