મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માતમ ચોકમાં જુગાર રમતા પાંચ શખ્સો ૧૭,૪૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







માળીયા (મી)ના માતમ ચોકમાં જુગાર રમતા પાંચ શખ્સો ૧૭,૪૦૦ ની રોકડ સાથે પકડાયા

માળીયા મીયાણાના માતમ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૭૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણામાં આવેલ માતમ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા સિકંદરભાઈ રસુલભાઈ કટિયા (૨૫), ફતેહમદ તાજમહંમદ જામ (૨૩), સરફરાજ હારુનભાઇ કટિયા (૨૧), સુભાન મમદભાઈ ખોડ (૨૮) અને નિઝામ ઇકબાલભાઈ ખોડ (૩૦) રહે. બધા માળીયા મીયાણા વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૭૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી






Latest News