મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી સહિત રાજ્યમાં પ્રધાનમંત્રીના હસ્તે ૧૨,૦૦૦ આવાસનું થશે ઇ-લોકાર્પણ


SHARE











મોરબી સહિત રાજ્યમાં પ્રધાનમંત્રીના હસ્તે ૧૨,૦૦૦ આવાસનું થશે ઇ-લોકાર્પણ

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા જર્જરીત મકાનમાં રહેતા પરીવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાન મંત્રી આવાસ યોજનાનો ઉદેશ છે. ગરીબ માણસને રહેવા માટે પોતાની માલિકીનું ઘર મળી શકે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને મોરબી સહિત રાજ્યમાં ૧૨,૦૦૦ લાભાર્થીઓને મકાનનું તેઓના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે

કેવી રીતે ચૂકવાય હપ્તા
લાભાર્થી પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ બ્લોક લેવલે પ્રથમ હપ્તામાં ૩૦,૦૦૦  ઓનલાઈન જમા કરવામાં આવે છે લીનટેલ લેવલે ૮૦,૦૦૦ તેમજ આવાસ પૂર્ણ થયે ૧૦,૦૦૦  આમ કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય લાભાર્થીઓને અપાય છે. આ સિવાય શૌચાલયના ૧૨,૦૦૦  તેમજ ન્હાવાના બાથરૂમ બનાવવા માટે પીએમએવાય યોજના હેઠળ ૫,૦૦૦ ની સહાય આપવામાં આવે છે અને જો લાભાર્થીઓને  પ્રથમ હપ્તો આપ્યાની તારીખથી છ માસમાં જ આવાસ પૂર્ણ થઈ જાય તો મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજનામાંથી ૨૦,૦૦૦ ની આપવામાં આવે છે તેમજ મનરેગા યોજના હેઠળ કામ, ઉજ્જવલા યોજના અંતર્ગત મફત સિલિન્ડર, રાશનકાર્ડ, ઉજાલા, સ્વચ્છ ભારત મિશન, નલ સે જલ વગેરેનો લાભાર્થીઓના પરિવારને લાભ આપવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાંધીનગર ખાતેથી ૧૨ મે ના રોજ ૧૯૪૬ કરોડના ખર્ચે ૪૨,૪૪૧ આવસોનું લોકાર્પણ, ખાતમુહર્ત અને ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજવાનો છે. જેમાં ગુજરાત રાજ્યના શહેરોમાં ૭,૧૧૩ અને ગામડાઓમાં ૧૨,૦૦૦ આવાસોનું લોકાર્પણ થનાર છે જેમાં મોરબી જિલ્લાના ૩૫ આવસોનું લોકાર્પણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭ થી અત્યાર સુધીમાં કુલ ૧૪૩૬ લાભાર્થીઓના આવાસનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે.

પાકું આવાસ મળ્યું
વાંકાનેરના વિનયગઢ ગામે રહેતા દેવશીભાઈ રાઠોડ જણાવે છે કે આવાસનો લાભ મળ્યા પહેલા અમારું રહેણાંક ગારમાટીનું કાચું નળિયાવાળું તેમજ ભયજનક સ્થિતિમાં હતું. જેથી ગમે ત્યારે જાનહાની થવાની ચિંતા રહેતી હતી. શિયાળા, ઉનાળા અને ચોમાસામાં હેરાન થતાં હતા ત્યારે અમને આવાસ યોજનાનો લાભ મળવાથી બારે માસ ઋતુ સામે રક્ષણ મળી ગયું છે. અને પાકું આવાસ બની જવાથી સમાજમાં સન્માનજનક સ્થિતિમાં અમો જીવી શકીએ છીએ.

અગરીયા માટે આશીર્વાદ
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોનાં 'ઘરનું ઘર' સપનું સાકાર થયું છે. ત્યારે અગરિયામાં મજુરી કરતાં બગસરા ગામના લાભાર્થીના પત્ની પ્રભાબેન મનજીભાઈ વાઘેલા જણાવે છે કે, " અમે પહેલાં છાપરાવાળા મકાનમાં રહેતા હતા, જ્યાં રહેવાની પૂરતી સગવડ ન હતી તેમજ છોકરાઓનાં અભ્યાસમાં પણ મુશ્કેલીઓ થતી હતી. ચોમાસામાં પાણી પડવાથી વસ્તુઓ ખરાબ થતી હતી અને ઉનાળામાં ગરમીને સહન કરવી પડતી હતી. હવે સરકારની આ આવાસ યોજનાથી અમારે પાકા મકાન થયા છે






Latest News