મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થિનીઓની સલામતી માટે પહેલા શાળા પાસે વેંચતો દારૂ બંધ કરાવો: એસપીની હાજરીમાં મહિલા આચાર્યનો ઉકળાટ


SHARE











મોરબીમાં વિદ્યાર્થિનીઓની સલામતી માટે પહેલા શાળા પાસે વેંચતો દારૂ બંધ કરાવો: એસપીની હાજરીમાં મહિલા આચાર્યનો ઉકળાટ

મોરબીમાં વિદ્યાર્થીનીઓની સલમતિને ધ્યાનમાં રાખીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને એસપી રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને શાળા-કોલેજ સંચાલકો અને ટ્યુશન કલાસીસ સંચાલકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીમાં આવેલ ગર્લ્સ હાઇસ્કૂલના મહિલા આચાર્યએ ઉકળાટ કાઢતા કહ્યું હતું કે, દીકરીઓની સલામતી માટે પહેલા ગર્લ્સ હાઈસ્કૂલની આજુબાજુમાં વેંચતા દારૂના દૂષણને ડામવામાં આવે તે જરૂરી છે તેમજ એક જ નામથી ચાલતી પાનની દુકાનોની આસપાસમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવે અને ખાસ કરીને શાળા અને કોલેજોની આસપાસમાં આડેધડ જાણી જોઈને વાહનો મૂકીને આડશ કરનારા અને તેને પ્રોત્સાહન આપનારા સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના સુપર માર્કેટમાં વિદ્યાર્થીઓની છેડતી અને ત્યાર બાદ બ્લેકમેલ કરીને સગીરાઓ સાથે દુષ્કર્મની જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠવા લાગ્યા છે ત્યારે મોરબીમાં એસપીની હારીમાં શાળા, કોલેજ અને ટ્યુશન કલાસીસના સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી જેમાં વિદ્યાર્થીનીઓની સલામતી માટે સી ટીમ શાળા, કોલેજ અને ટ્યુશન ક્લાસ પાસે પેટ્રોલીંગ કરે, નવા બસ સ્ટેન્ડ આસપાસ અવારા તત્વો ઉપર ધોંસ બોલવે, શાળા કોલેજ છુટવા સમયે ટ્રાફિકજામ રોકવા પોલીસ મૂકવામાં આવે વિગેરે જેવી રજૂઆતો કરવામાં આવી હતી

મોરબી ગર્લ્સ હાઈસ્કૂલના મહિલા આચાર્ય દ્વારા એસપીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ગર્લ્સ હાઈસ્કૂલ પાસે દારૂનું વેચાણ કરવામાં આવે છે તેને બંધ કરવામાં આવે તે જરૂરી છે અને વધુમાં તેને એવું પણ કહ્યું હતુ કે, જયારે રજૂઆત કરવામાં આવે ત્યારે ગણતરીના દિવસો માટે આ દુષણ બંધ થઈ જાય છે જો કે, ફરી પાછું દારૂનું વેચાણ થવા લાગે છે તેમજ મોરબીમાં જે એક જ નામથી વધુ પાનની દુકાનો આવેલ છે ત્યાં પણ ખાસ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે ક્મે કે, ત્યાં વાહનો આડેધડ પાર્ક કરીને આડશ ઊભી કરવામાં આવે છે અને ભણવા માટે આવતી દીકરીઓની પજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અધિકારી શાળાના દરવાજા પાસે અને બહારના ભાગે સીસીટીવી મૂકવામાં આવે તેવી ટકોર કરી હતી

અંતમાં એસપી રાહુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે, ભણવા માટે આવતી જતી દીકરીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ હરહમેશ તેના માટે ખડેપગે છે અને કોઈપણ જગ્યાએ વિદ્યાર્થીનીઓની સતામણી થઈ હોય તો નિઃસંકોચ તેની પોલીસને રજૂઆત કરવી જેથી કરીને તેનું નામ ગુપ્ત રાખીને જે હેરાનગતિ કરતાં તત્વો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે વધુમાં એવું પણ જણાવ્યુ હતું કે, ઘણા કિસ્સાઓમા વિદ્યાર્થિનીઓ ડરી જતી હોય છે અને ફરિયાદ કે રજૂઆત કરતી નથી જેથી કરીને અવારાતત્વોને પ્રોત્સાહન મળતું હોય છે માટે શાળા કે કોલેજે જતી વિદ્યાર્થિનીની કોઈ પણ પજવણી કરે તો તુરતજ પોલીસને તેની જાણ કરવામાં આવે તે જરૂરી છે અને મોરબીમાં સી ટીમનું શેડ્યુલ બનાવી શાળા કોલેજ પાસે તેનું સતત પેટ્રોલીંગ થાય તેવું કરવામાં આવશે






Latest News