મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની ભાજપના સત્તાધીશોએ તિજોરી સાફ કરી નાખતા હવે સફાઈના ધાંધીયા !: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE







મોરબી પાલિકાની ભાજપના સત્તાધીશોએ તિજોરી સાફ કરી નાખતા હવે સફાઈના ધાંધીયા !: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબી પાલિકાની બોડીને સુપરસીડ કરવામાં આવી છે જો કે, પાલિકામાં ભાજપની બોડી સત્તા ઉપર હતી ત્યારે બેફામ ખર્ચા કરીને ભાજપના સત્તાધીશોએ પાલિકાની તિજોરી સાફ કરી નાખી છે જેથી કરીને મોરબી પાલિકામાં આર્થિક કટોકટી જેવી પરિસ્થિતી છે અગાઉ સિટી બસના કોન્ટ્રાકટરને બિલ આપવામાં આવ્યું ન હોવાથી તેને વ્યવસ્થા બંધ કરી દીધી હતી ત્યાર બાદ મોરબીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીના કોન્ટ્રાકટરને પણ બિલ લાંબા સમયથી આપવામાં આવ્યું નથી જેથી કરીને હાલ શેરી ગલીઓમાંથી કચરા ઉપડવાની કામગીરીને કોન્ટ્રાકટર દ્વારા બંધ કરી દેવામાં આવી છે તેવો મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ આક્ષેપ કરેલ છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે કે, સરકાર તરફથી મોરબી પાલિકા કચરાના કલેક્શન માટે જે વાહનો આપવામાં આવેલ છે તેનો ઉપયોગ જ કરવામાં આવ્યો નથી જેથી ઘણા વાહનો ઉપયોગ વગર જ ભંગાર થઈ ગયેલ છે અને તેમાંથી ઘણી મશીનરી પણ ગુમ થઈ ગઈ છે છેલ્લા બે વર્ષ દરમિયાન ભાજપ શાસિત મોરબી પાલિકામાં ભ્રષ્ટાચારે માજા મૂકી હતી અને બેફામ ખર્ચા કરવામાં આવ્યા હતા જેથી કરીને પાલિકાની તિજોરી સાફ થઈ ગયેલ છે અને સફાઈ કામના કોન્ટ્રાકટરને બિલ આપવામાં આવ્યું નથી અગાઉ મોરબીમાં સીટી બસના કોન્ટ્રાક્ટરોને તેનું બિલ આપવામાં આવ્યું ન હતું જેથી કરીને તેને સેવા બંધ કરી દીધી હતી જો કે, હાલમાં કચરા કલેક્શનનું કામ રાખનારા કોન્ટ્રાક્ટરોને બિલ આપવામાં આવ્યું નથી જેથી કરીને તેને પણ કામગીરી બંધ કરી દીધી છે અત્રે ઉલેખનીય છે કે મોરબીનું સારું થશે તેવી અપેક્ષા સાથે વિપક્ષ વગરની મોરબી પાલિકા લોકોએ ભાજપના હાથમાં આપી હતી જો કે, કોનું કેટલું સારું થયું તે તો સહુ કોઈ જાણે છે અને આજની તારીખે મોરબીમાં કચરાના ઢગલા, ઉભરાતી ગટર સહિતના વર્ષો જૂના જે પ્રશ્નો હતા તે તો યથાવત છે તેના સિવાયના ઘણા પ્રશ્નો ઊભા થઈ ગયા છે ત્યારે વહીવટીની અણઆવડત અને વહીવટીના જ્ઞાનના અભાવે લીધે મોરબી અને પાલિકાની ભાજપના શાસકોએ પથારી ફેરવી નાખી છે ત્યારે હવે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા પ્રીમોનસુન કામગીરી કરવામાં આવશે કે કેમ તે પણ સવાલ છે






Latest News