મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી વકીલો-અરજદારો હેરાન


SHARE







મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી વકીલો-અરજદારો હેરાન

મોરબીમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી નેટના ધાંધીયાથી છે અને ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક એટલે કે ગુજરાત સરકારના ઓનલાઇન કામગીરી માટેના આંતરિક નેટવર્કિંગ વ્યવસ્થામાં ધાંધીયા છે જેથી કરીને મોરબીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે આવતા વકીલો અને અરજદારોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી રેવન્યુ બાર એસોશિએશન પ્રમુખ આ અંગે લેખિત રજૂઆત કરીને નેટના ધાંધીયા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી રેવન્યુ બાર એસોશિએશન પ્રમુખ પિયુષભાઈ રવેશીયા સહિતના વકીલો દ્વારા જિલ્લા જીસ્વાન કચેરીના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, છેલ્લા ચાર દિવસથી મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં જીસ્વાન નેટવર્કના ધાંધીયા છે જેના કારણે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો તેમજ વકીલોને હેરાન થવું પડે છે અને દસ્તાવેજની કામગીરી થતી ન હોવાથી કચેરીની કામગીરીને પણ માઠી અસર પડી રહી છે જેથી વહેલામાં વહેલી તકે મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News