મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

પોલીસની ધાક ઓસરી રહી છે કે શું..? : મોરબીના નાનીવાવડી ગામે દેવ ફનવર્લ્ડમાં ખભો અથડાતાં યુવાનને છરીના પાંચ ઘા ઝીકયા, ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE







પોલીસની ધાક ઓસરી રહી છે કે શું..? : મોરબીના નાનીવાવડી ગામે દેવ ફનવર્લ્ડમાં ખભો અથડાતાં યુવાનને છરીના પાંચ ઘા ઝીકયા, ત્રણ શખ્સો સામે ફરિયાદ

મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફન વર્લ્ડમાં ચાલીને જતા સમયે યુવાનનો ખભો અથડાવાની વાતમાં યુવાનને ચારથી પાંચ જેટલા છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યારબાદ તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના નવાગામ ખાતે રહેતા રમજાનભાઈ મુરાદભાઈ કટિયા જાતે મિયાણા (૨૧) એ હાલમાં માળીયા મીયાણા ખાતે રહેતા ઈરફાન સંધવાણી અને તેની સાથે રહેલા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રમજાન ઈદનો તહેવાર હોવાથી તે મોરબી નજીકના નાની વાવડીથી બગથળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા દેવ ફન વર્લ્ડ ખાતે ફરવા માટે આવ્યો હતો અને તે પરત ઘરે જવા માટે દેવ ફન વર્લ્ડમાં સીડી ઉપરથી પસાર થઈને બહાર નીકળતો હતો ત્યારે આરોપી ઈરફાન સંધવાણી સાથે ખંભો અથડાતાં તેને ઇરફાન સંધવાણીએ ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ઇરફાન સંધવાણીએ પોતાની પાસે રહેલ છરી વડે તેને ખભાના ભાગે છરીનો એક ઘા મારી નીચે પાડી દીધો હતો અને તેની સાથે રહેલા બે શખ્સોએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બે શખ્સોએ તેને પકડી રાખતા આરોપી ઈરફાન સંધવાણીએ પેટ અને પીઠના ભાગે વધુ ચાર છરીના ઘા માર્યા હતા જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ઉપરોક્ત ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા સુખરામ તેજારામ નામના ૩૬ વર્ષના યુવાનને તેના રહેણાંક મકાન નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બનાવની નોંધ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News