મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામેં માતા કે પિતા અથવા બંને હયાત ન હોય કે આર્થિક રીતે સક્ષમ ન હોઈ તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓના થયા લગ્ન


SHARE







વાંકાનેરના ભલગામેં માતા કે પિતા અથવા બંને હયાત ન હોય કે આર્થિક રીતે સક્ષમ ન હોઈ તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓના થયા લગ્ન

વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ જેટલી દીકરીઓ ના લગ્ન કરી આપી તેમને કરિયાવર આપી માનભેર વિદાય આપી હતી.રાજકોટ -અમદાવાદ હાઇવે પર ભલગામ મુકામે માનવ બુધ્ધ વિહાર ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બૌધ્ધ વિધિથી સર્વ સમાજ સમુહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ જેટલી દીકરીઓનો આ સમૂહ લગ્નમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

સમૂહ લગ્નની સાથે સાથે ડૉ.લક્ષ્મણભાઈ ચાવડાના સૌજન્યથી વિનામુલ્યે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં વિવિધ તબીબી શાખાના નિષ્ણાંત તબીબો દ્વારા વિનામુલ્યે નિદાન, સારવાર તેમજ દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત નેત્રનિદાન કેમ્પ પણ યોજાયો અને જરૂરિયાંતમંદ વ્યક્તિઓને વિનામુલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા તેમજ કોઈ દર્દીને મોતીયા હશે તો રાજકોટની હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન કરાવી આપવામાં આવશે.આ કાર્યમાં સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડી રહ્યો હતો. બોધ વિધિથી ૧૧ જેટલી કન્યાઓ ના લગ્ન કરાવી કરિયાવર આપી તમામ દીકરીઓ ને માનભેર વિદાય આપી હતી. આ સમૂહ લગ્ન માં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ગુજરાત ભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મેડિકલ કેમ્પનો બોહળા લોકોએ લાભ લીધો હતો. શાંતિથી અને સારી રીતે લગ્ન પૂર્ણ થતાં આ સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને સહયોગીઓનો આયોજક સી.એન.અંબાલિયા અને અજીતકુમાર એચ.બૌદ્ધએ આભાર માન્યો હતો.






Latest News