મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા ગામે વાડીએથી વૃદ્ધના મોબાઈલ ફોનની ચોરી


SHARE







વાંકાનેરના ભોજપરા ગામે વાડીએથી વૃદ્ધના મોબાઈલ ફોનની ચોરી

વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામની સીમમાં વૃદ્ધે પોતાનો મોબાઈલ ફોન વાડીએ કુડી પાસે મુક્યો હતો જે મોબાઈલ ફોનની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૧૫૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાની વૃધ્ધે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ ભોજપર ખાતે રહેતા ઉસ્માનભાઈ હસનભાઈ કડીવાર જાતે મોમીન (૬૦)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ભોજપર ગામની સીમમાં ખારો તરીકે ઓળખાતી વાડીએ હતા ત્યારે તેણે પોતાનો રેડમી કંપનીનો મોબાઇલ વાડીમાં કુડી પાસે મૂક્યો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તે મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૫૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની હાલમાં તેણે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સિટી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News