મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું કારણ અકબંધ


SHARE







મોરબીના જાંબુડીયા નજીક સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું કારણ અકબંધ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામની સીમમાં સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા વિવેકભાઈ ઉર્ફે વિકી રાજુભાઈ નાવડે (૧૮) નામના યુવાને લેબર કોલોનીમાં પોતાના ક્વાર્ટરમાં હતો ત્યારે કવાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરીને પોતાની જાતે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ મનસારામ રમેશભાઈ આદિવાસી (૨૯) તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની તેના મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.






Latest News