મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ (નો.ક.) સરકારી કર્મચારી મંડળના મોરબી ઘટકમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે પસંદગી


SHARE











ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ (નો.ક.) સરકારી કર્મચારી મંડળના મોરબી ઘટકમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે પસંદગી

મોરબીની ધી.વી.સી. ટેકનીકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ -૩ (નો.ક.) સરકારી કર્મચારી મંડળની મોરબી ઘટક સંઘની સાધારણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં રાજ્ય સંઘના અધ્યક્ષ દિવ્યરાજસિંહ જાડેજા અને રાજ્ય સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક નિકુંજભાઈ સુંદરસાથની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

વિશેષ ઉપસ્થિત મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત બાદ, દિવ્યરાજસિહંના પ્રાસંગિક ઉદબોધનમાં સંઘના કાર્ય અને કાર્યપદ્ધતિ વિશે વાત કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત સરકારી કર્મચારીઓની હાજરી તેમજ વી.સી.હાઇસ્કુલના ઈન. આચાર્ય જે.પી.પડસુંબિયાની હાજરીમાં વી.સી.હાઇસ્કૂલના વરિષ્ઠ શિક્ષક બી. જે. કણસાગરા તરફથી મોરબી ઘટક સંઘના જિલ્લા પ્રમુખ પદ માટે મેહુલ એચ. દેથરિયા અને જિલ્લા મહામંત્રી પદ માટે દર્શન ઓ.પટેલનું નામ સૂચવવામાં આવેલ.જે હાજર કર્મચારીઓના સર્વાનુમતે પારીત કરવામાં આવેલ.તેમજ ઘટક સંઘના અન્ય હોદ્દેદારો પણ  સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા હતા.

જેમાં ઉપપ્રમુખ પદે બિપીન ચોપડા, બિપીન હળવદીયા, વિશાલ બસિયા સહમંત્રી પદે હાર્દિક વડાવિયા, ભાવેશ ડાંગર, હર્ષદ બોડા, સંદિપ ફૂલતરિયા કોષાધ્યક્ષ પદે સુધીર ગાંભવા, મીડિયા કન્વીનર પદે હિરેન બરાસરા, આનંદ જાદવ, સલાહકાર સમિતિમાં હૈદર અલી સુમરા, રાજુ કોશિયા, હમીરભાઇ વાઘેલા તેમજ મહિલા પ્રતિનિધિમાં ધર્મિષ્ઠા ટિટોડિયા અને ઉર્મિલાબા ઝાલાની વરણી કરવામાં આવી. કાર્યક્રમના અંતે મોરબી ઘટક સંઘના નવનિયુક્ત પ્રમુખ એવા મેહુલ દેથરિયાએ વિશેષ ઉપસ્થિત હોદ્દેદારોને તેમજ નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી અને સંઘના હિતમાં કામ કરતા રહેવાનું આશ્વાસન આપ્યું હતું.






Latest News