મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં જમીનમાં દાટવામાં આવેલ પુરુષની જનવારોએ ફાડી ખાધેલ લાશ મળી: તપાસનો ધમધમાટ


SHARE







ટંકારા તાલુકામાં જમીનમાં દાટવામાં આવેલ પુરુષની જનવારોએ ફાડી ખાધેલ લાશ મળી: તપાસનો ધમધમાટ

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે જમીનમાં દાટી દેવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધી હતી જેથી કરીને જમીનમાં કોઈને દાટી દેવામાં આવેલ છે તેવું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની સ્થાનિક પોલીસને લોકોએ જાણ કરી હતી જેથી મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ ઉપર પહોચ્યો હતો અને જમીનમાં દાટવામાં આવેલ અજાણ્યા પુરુષની લાશને ભાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે  

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે કોઈ અજાણ્યા પુરુષની જમીનમાં લાશને દાટી દેવામાં આવી હતી જેના બહાર કાઢીને જનાવર મૃત વ્યક્તિના શરીરને ફાડી ખાતા હતા જેથી કરીને ત્યાં દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ આ અંગેની ટંકારા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ટંકારા મામલતદાર કેતન સખિયાની હાજરીમાં મરણ જનારની લાશને જમીનમાંથી બહાર કાઢી હતી અને તેની ડેડ બોડીને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જાણવામાં આવેલ છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે મરણ જનારની હત્યા કરી તેના જાણીતાઓ દ્વારા જ તેની લાશને જમીનમાં દાટી દેવામાં આવી હોય શકે છે અને જનાવરને તેની ગંધ આવતા તેને લાશને બહાર કાઢીને ફાડી ખાધી છે જો કે, ટંકારા પોલીસ દ્વારા હાલમાં મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે અને પુરૂષની લાશને જમીનમાં કોણે દાટી હતી અને ક્યા કારણેસર કોઈને જાણ કર્યા વગર લાશને દાટવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News