મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે શોભાયાત્રાના રથમાં બેસવાની માથાકૂટમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે શોભાયાત્રાના રથમાં બેસવાની માથાકૂટમાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન તથા તેના બે મિત્રોને ૧૩ જેટલા શખ્સોએ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે બનાવમાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે આવેલ બાલાજી પાંઉભાજી નજીક મારામારીનો બનાવ બન્યો હતો ત્યાર બાદ રાજેશ મનસુખભાઇ શેરસિયા જાતે પટેલ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તેને રાજેશ ગોધવીયા સહિત કુલ મળીને ૧૩ શખ્સોની સામે ફરિયાદ કરી હતી અને મહેન્દ્રનગર ગામે રામનવમીની શોભાયાત્રાના રથમાં બેસવા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ સમાધાન કરવા માટે બોલાવીને તેને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અગાઉ ૧૩ આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપી સલીમ ઉર્ફે સલો જુસબ કટીયા (ઉમર ૩૧) રહે.સેન્ટમેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબી વાળાની મોરબી સીટી બી ડિવિઝન પીએસઆઇ જે.બી.રાણા દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

મધ્યપ્રદેશમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબીમાં અનેક સિરામિકના કારખાના, પેપરમીલ તેમજ સનમાઇકા સહિતના ધંધાકીય યુનિટ આવેલ છે જેમાં હજારો પરપ્રાંતિય મજૂરો કામ કરે છે જે પૈકી ઘણા મજૂરો તેઓના વિસ્તારમાં ગુના આચરીને ત્યાર બાદ અહીં મોરબી આવી જતા હોય છે અને અહીં રહી મજૂરી કામ કરતા હોય તેવું સામે આવે છે તેવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશના બાગલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એસ.ભીલાળા અને હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાજપુત તેઓને મળેલ બાતમી અને ટેકનિકલ માહિતી આધારે તપાસના કામે મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના બાગલી પોલીસ સ્ટેશનમાં અપહરણની નોંધાયેલી ફરિયાદમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પકસોના ગુનામાં ભોગ બનેલ સગીરા હાલમાં મોરબીના જેતપર રોડ ઉપરથી આરોપી ગુલશન ભૂરુંભાઇ ભીલ (ઉંમર ૨૧) હાલ રહે.જેતપર રોડ મોરબી-૨ મૂળ રહે. મધ્યપ્રદેશ વાળા સાથે મળી આવતા હાલ બંનેનો કબ્જો સંભાળીને તપાસના કામે મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.






Latest News