મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં દલવાડી સર્કલ પાસે ઘરમાંથી ૪૦ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીમાં દલવાડી સર્કલ પાસે ઘરમાંથી ૪૦ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ પચીસ વારીયા સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ઘરમાંથી દારૂની ૪૦ બોટલ મળી આવી હતી જેથી ૧૫૦૦૦ ના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને એક શખ્સનું નામ સામે આવતા તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા સોસાયટીમાં રહેતા આસિફભાઇ મહમદભાઈ બલોચ જાતે મકરાણી (૨૨) ના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૪૦ બોટલ મળી આવતા પોલીસે ૧૫૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપી આસિફભાઇ મહમદભાઈ બલોચની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રફિકભાઈ ઉર્ફે વલો હુસેનભાઇ જામ રહે. સુરેન્દ્રનગર વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આધેડનું મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળના ભાગમાં સરમારીયા દાદાના મંદિર પાસે રહેતા પુંજાભાઈ ઉર્ફે અજયભાઈ પરથીભાઈ માંગરીયા જાતે વાંજા (૫૦) નું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજયું હોવાથી તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News