મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી ઝુલતાપુલ કેસમાં પકડાયેલ જયસુખભાઈ પટેલને વધુ એક વખત સિવિલમાં સારવાર માટે લાવ્યા


SHARE







મોરબી ઝુલતાપુલ કેસમાં પકડાયેલ જયસુખભાઈ પટેલને સિવિલમાં વધુ એક વખત સારવાર માટે લાવ્યા

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં પકડાયેલા જયસુખભાઈ પટેલને સારવાર માટે હાલમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે. ત્યારે જયસુખભાઈ પટેલને માનસિક રોગ વિભાગના ડોક્ટર પાસે સારવાર આપીને જેલ વિભાગ દ્રારા લાવવામાં આવ્યા છે.ગત શનિવારે છાતીમાં દુખાવો અને ગભરામણની ફરિયાદ જયસુખભાઇ દ્રારા કરવામાં આવી હતી ત્યારે પણ તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.આજે પુન: તા.૩-૪ ને સોમવારે વધુ એક વખત જયસુખભાઈ પટેલને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી પરીક્ષણ તેમજ સારવાર માટે જેલ વિભાગ દ્રારા લાવવામાં આવેલ છે.

મોરબીમાં બનેલ જુલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નિપજયા હતા અને તે કેસમાં હાલમાં પોલીસ દ્વારા જયસુખભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે. દરમિયાન તેઓએ શનિવારે ગભરામણ અને છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરતા જે તે સમયે તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં આજે સોમવારના વધુ એક વખત ડોકટરને બતાવવા માટે તેઓને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ જયસુખભાઈ પટેલને હાલમાં માનસીક રોગ વિભાગના ડોકટર પાસે લઇને આવ્યા હતા અને તેને ડોકટર દ્વારા સારવાર આપીને પાછા સબ જેલ મોરબી ખાતે મોકલી આપેલ છે.






Latest News