મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર નજીક બાઇક આડે કૂતરું આવતા ઇજા પામેલ પોલીસ કર્મચારી સારવારમાં


SHARE







મોરબીના લીલાપર નજીક બાઇક આડે કૂતરું આવતા ઇજા પામેલ પોલીસ કર્મચારી સારવારમાં

મોરબીના લીલાપર ગામ પાસેથી પોલીસ કર્મચારી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થવાથી પોલીસ કર્મચારીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ લાઈનમાં રહેતા અને મોરબી સબ જેલમાં કેદી પાર્ટીમાં ફરજ બજાવતા વનરાજસિંહ મનુભા પરમાર (૩૨) પોતાનું બાઈક લઈને મોરબીના લીલાપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક સ્લીપ થવાના કારણે ઈજા પામેલા વનરાજસિંહ પરમારને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલે તેઓને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે.

બાઇક સ્લીપ
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી વાંકાનેર નજીક આવેલ ક્યુંટોન સિરામિક કારખાનામાં રહેતા પરેશભાઈ દિનેશભાઈ મોહનિયા (૨૬) અને તેના પત્ની લલિતાબેન પરેશભાઈ મોહનિયા (૨૫) બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા પામેલ દંપતીને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઈજા પામેલા દંપતીને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.

માર માર્યો
મોરબીમાં જુના મહાજન ચોક પાસે આવેલ ચિત્રકૂટ સિનેમા નજીક કબ્રસ્તાન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પંચાસર રોડ ઉપર રહેતા મનસુખભાઈ પાંચાભાઇ ભીલ (૩૦) નામના યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલે યુવાને સારવાર આપ્યા બાદ મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News