મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પતિના ત્રાસના લીધે હાથ ઉપર છરી વડે ચેકા મારતા પરણીતા સારવારમાં


SHARE











મોરબીમાં પતિના ત્રાસના લીધે હાથ ઉપર છરી વડે ચેકા મારતા પરણીતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર ચાર માળિયા વિસ્તારની મહિલાએ પોતાની જાતે પોતાના હાથ ઉપર છરી વડે છેકા મારતા તેણીને સિવિલે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તપાસમાં ખુલ્યું હતું કે પતિના ત્રાસના લીધે તેણીએ ઉત્તરોકત પગલું ભર્યું હતું.

મોરબી સીટી એ ડિનિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર ચાર માળિયા વિસ્તારમાં રહેતી મીનાબેન રૂપેશભાઈ બામરોલીયા નામની ૩૫ વર્ષીય દેવીપુજક મહિલાએ પોતાના ઘરે પોતાની જાતે છરી વડે હાથના ભાગે છેકા માર્યા હતા જેથી તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને સારવાર કર્યા બાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ કરી હતી અને તેમાં ખુલ્યું હતું કે પતિ નશો કરવાની ટેવ ધરાવતો હોય અને મારજુડ કરતો હોય તેના ત્રાસના લીધે કંટાળીને મીનાબેન ઉપરોકત પગલુ ભર્યું હતું..! હાલ બનાવ સંદર્ભે મહિલા પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

ખાણ ખનીજ વિભાગે બે વાહન પકડ્યા

મોરબીમાં લખલુંટ ખનીજ ચોરી થાય છે.(ચાડધ્રા ગામે પડેલ એસએમસીની રેડ તેની ચાડી ખાઇ છે.) દરમિયાનમાં કામગીરી દર્શાવવા સમયાંતરે સ્થાનીક ખાણ ખનીજ વિભાગ દ્રારા વાહનો પકડવામાં આવતા હોય તેવો જીલ્લામાં ઘાટ છે.તેવામાં મોરબીના સામાકાંઠે માળિયા ઓરરબ્રીજ પાસેથી ખાણ ખનીજ વિભાગના આર.કે.કણસાગરા તથા સ્ટાફ દ્વારા ખનીજ પરિવહન કરતાં બે વાહનોને પકડવામાં આવ્યા હતા જેમાં ગેર કાયદેસર રીતે ખનીજ પરીવહન થતું હોવાનું સામે આવ્યું હતું.જેમાં જીજે ૩૬ ટી ૯૭૭૮ ના ચાલક હૈદર ઈસા માણેક રહે.માળીયા જૂના રેલ્વે સ્ટેશન પાસે વાળાના વાહનમાં ચાઇના કલે ભરેલ હોય તેમજ વાહન નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૬૭૫૫ ના ડ્રાઈવર નવઘણ કરશન રબારી રહે.રામવાવ કચ્છ વાળાના વાહનમાં મેટલ ભરેલી હોય બંનેની પાસે તેના આધાર પુરાવા માંગવામાં આવતા તેમની પાસે કોઇ પરવાનો ન હોવાના લીધે દંડ વસુલવાની કાર્યવાહી માટે બંને વાહનોને પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા હતા.

મારામારીના બનાવમાં બે ની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેક મહિના પહેલા નોંધાયેલ પૈસાની લેતીદેતીની મારામારીના બનાવમાં અગાઉ બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં વધુ બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે હાલ મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા મારામારીના બનાવમાં હાલમાં વિશાલ બચુ ગોસરા (૨૩) રહે.કોઈલી તા. મોરબી અને અકબર બચુ કટિયા (૪૦) રહે.મકરાણીવાસ મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News