મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ બાળક સારવારમાં


SHARE











મોરબીના રંગપર પાસે ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ બાળક સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇકમાં પાછળ બેઠેલ બાળકને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામે રહેતા ભગવાનજીભાઈ ચટરોટીયા તેના દીકરા મેહુલ ચટરોટીયા (૧૧) ને બાઇકમાં બેસાડીને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસ સ્ટેશન પાસે બાઈક સ્લીપ થઈ જતા બાઈકમાં બેઠેલ મેહુલ નીચે પટકાતા તેને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના જુના રોડ ઉપર આવેલ સીમ્પોલો સીરામીકમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતા બાલુસિંહ વિશ્વકર્મા (૪૪) નામના યુવાનને મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનને માર માર્યો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મહાદેવ નળિયાના કારખાના પાસે રહેતા દેવજીભાઈ રમેશભાઈ કાચા (૩૦) પોતાના ઘર પાસે હતા ત્યારે બપોરના સમયે ત્રણ શખ્સોએ ત્યાં આવીને તેને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા દેવજીભાઈ કાચાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે.






Latest News