મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

હળવદના માનસર પાસે પાર્ક કરેલ બોલેરો ગાડીમાંથી રોકડા ૧૫ લાખ ભરેલ બેગની ચોરી


SHARE









હળવદના માનસર પાસે પાર્ક કરેલ બોલેરો ગાડીમાંથી રોકડા ૧૫ લાખ ભરેલ બેગની ચોરી

હાલમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હોય ત્યારે પંજાબના હરિયાણાથી હાર્વેસ્ટર મશીન લઈને ઘઉંના પાકના કટીંગ માટે આવતા હોય છે તેવી જ રીતે યુવાન પોતાનું વાહન લઈને હળવદ તાલુકાના માનસર ગામ પાસે આવ્યો હતો અને ત્યાં રાત્રિ દરમિયાન બંધ પડેલા પેટ્રોલ પંપ પાસે બોલેરો ગાડી પાર્ક કરીને તેની બાજુમાં ખાટલો રાખીને યુવાન સૂતો હતો દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બોલેરો ગાડીનો કાચ તોડી દરવાજો ખોલીને ગાડીમાં સીટની નીચેના ભાગમાં રાખવામાં આવેલ રોકડા રૂપિયા ૧૫ લાખની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે દર વખતે ઘઉંનો પાક તૈયાર થઈ ગયા બાદ પંજાબના હરિયાણા બાજુથી જુદા જુદા હાર્વેસ્ટર મશીન લઈને ઘઉંના પાકનું કટીંગ કરવા માટે થઈને વાહન ચાલકો આવતા હોય છે તેવી જ રીતે હરિયાણાના ખોરાખેરીના રહેવાસી સુભાષચંદ્ર બાલુરામ શર્મા જાતે બ્રાહ્મણ (૪૭) હળવદ તાલુકાના માનસર ગામ પાસે આવ્યા હતા અને ત્યાં ઘનશ્યામભાઈ ગોહિલના બંધ પડેલા પેટ્રોલ પંપ પાસે પોતાની બોલેરો ગાડીની સીટ નીચેના ભાગમાં રોકડા રૂપિયા ૧૫ લાખ ભરેલી બેગ મૂકીને ગાડીની બાજુમાં ખાટલો રાખીને તે સુતા હતા દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બોલેરો ગાડીની પાછળની સીટના દરવાજાનો કાચ તોડી દરવાજો ખોલીને ગાડીમાં મુકેલ રોકડા રૂપિયા ૧૫ લાખ ભરેલ બેગની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ચોરીના આ બનાવ સંદર્ભે અજાણ્યા શખ્સની સામે સુભાષચંદ્ર બાલુરામ શર્માએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ભોગ બનેલા સુભાષચંદ્ર બાલુરામ શર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ ઘઉંના પાકમાં ઘઉંનું કટીંગ કરવાનું કામ કરતા હોય છે અને ઘઉંનું કટીંગ કરવાથી ભાડા પેટે તેઓને મળેલ રોકડા રૂપિયા ૧૫ લાખ તેઓએ પોતાની બોલેરો ગાડીમાં પાછળની સીટની નીચેના ભાગમાં મુકેલ બેગમાં રાખ્યા હતા અને તે બેગની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News