મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના સિપાઈવાસમાં બે સગા ભાઈઓને છરીના ઘા ઝીક્યા: હોસ્પિટલે વાતાવરણ તંગ


SHARE







મોરબી શહેરના વિસ્તારની અંદર રહેતા બે સગા ભાઈઓને તે જ વિસ્તારની અંદર રહેતા બે શખ્સો દ્વારા છરીના જીવલેણ ઘા મારવામાં આવ્યા છે જેથી કરીને ઈજા પામેલા બંને ભાઈઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને જ્યારે સામાપક્ષેથી હુમલો કરનારમાંથી પણ એક વ્યક્તિને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના બનાવમાં બંને પક્ષે ઈજા પામેલા ઈજાગ્રસ્ત મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવવામાં આવ્યા હોવાથી ત્યાં વાતાવરણ તંગ બની ગયું હતું અને પીઆઇ સહિતના અધિકારીઓ ત્યાં  પહોંચી ગયા હતા

મોરબી શહેરના સિપાહીવાસ વિસ્તારની અંદર રહેતા અકબરભાઈ ખુરેશીના બે દીકરા મનસુર અકબરભાઈ ખુરેશી (૩૫) અને અબ્બાસ અકબરભાઈ ખુરેશી (૩૧)ને તે જ વિસ્તારની અંદર રહેતા મકબુલ નિઝામભાઈ અને સોહિલ નિઝામભાઈ નામના બે ભાઇઓ દ્વારા છરીના ઘા ઝીકવામાં આવ્યા છે જેથી કરીને ઈજા પામેલ મન્સૂર અને અબ્બાસ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સામાપક્ષે મકબુલને પણ માથામાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી કરીને હોસ્પિટલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને મારામારીના આ બનાવ સંદર્ભે હોસ્પિટલ ખાતે વાતાવરણ તંગ બની ગયું હોવાથી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓને પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચ દોડી આવ્યા હતા અને ભીડને વીખેરવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સિપાહીવાસ વિસ્તારની અંદર રહેતા એક યુવાનની સાથે ગઈકાલે મકબુલ માથાકૂટ કરી રહ્યો હતો અને તેને લાફો માર્યો હતો ત્યારે અકબરભાઈ ખુરેશીએ તેને છુટા પાડ્યા હતા અને ઝઘડો ન કરવા માટે કહ્યું હતું ત્યારે મકબુલે અકબર ખુરેશીને ધક્કો માર્યો હતો જેથી કરીને રોસે ભરાયેલા મનસુર અને અબ્બાસ તેની સાથે માથાકૂટ કરવા માટે પહોંચ્યા હતા જે બાબતનો ખાર રાખીને સામાપક્ષેથી મકબુલ અને તેના ભાઈ સોહિલ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને મનસુર અને અબ્બાસને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ બંન્ને ભાઇને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા છે અને આગળની પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળેલ છે






Latest News