મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડે કપડાંની દુકાનમાં ચોરી: ઘટના સીસીટીવીમાં કેદ


SHARE







મોરબીના આલાપ રોડે કપડાંની દુકાનમાં ચોરી: ઘટના સીસીટીવીમાં કેદ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ કપડાની દુકાનમાં ખરીદી કરવાના બહાને આવેલ મહિલા દ્વારા ચોરી કરવામાં આવી હતી અને કપડાં ચોરતી ગેંગ સક્રિય હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે દુકાનમાં વેપારીની નજર ચૂકવીને ચોરી કરતી આ મહિલા હાલમાં દુકાનમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે જો કે, હજુ સુધી આ બાબતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ દુકાનોમાં કપડાની ચોરતી મહિલા સીસીટીવીમાં કેદ થયેલ છે જેથી કરીને માહિતી આપતા વેપારીએ જણાવ્યુ હતુ કે, નિરાલી સિલેક્શન નામની કપડાની દુકાનમા ખરીદી કરવાના બહાને આવેલ મહિલા દ્વારા વેપારીની નજર ચૂકવીને કપડાની ચોરી કરવામાં આવી છે અને વેપારી બહાર જાય છે ત્યારે આ મહિલા દુકાનના ટેબલના ખાનામાંથી રૂપિયાની ચોરી કરવાનો પ્રયાસ કરે છે. જે સીસીટીવીમાં દેખાઈ છે હાલમાં આ મહિલા દુકાનમાંથી પછી રૂપિયા આપી દઇશ તેવું કહીને પાંચ હજારની કિંમતના કપડાની ચોરી કરી ગયેલ છે અને દુકાનદાર વિનુભાઇ વિડજાના કહેવા મુજબ મહિલાને પોલીસને હવાલે કરવામાં આવેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેઓએ રજૂઆત કરેલ છે






Latest News