મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

તાજેતરમાં ચાલતા ચાલતા હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા હોય મોરબીની મંગલમ હોસપીટલ દ્રારા ન્યુ એરા ગલોબલ સકુલ ખાતે હાર્ટ એટેક દરમ્યાન હાર્ટ પંપીગની તાલીમ માટે વર્કશોપ યોજાયો


SHARE







તાજેતરમાં ચાલતા ચાલતા હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા હોય મોરબીની મંગલમ હોસપીટલ દ્રારા ન્યુ એરા ગલોબલ સકુલ ખાતે હાર્ટ એટેક દરમ્યાન હાર્ટ પંપીગની તાલીમ માટે વર્કશોપ યોજાયો

અહીંના ડો.દિપક અઘારા તેમજ ડો.જ્યેશ અઘારાની મંગલમ હોસપીટલ દ્રારા અત્રેની ન્યુ એરા ગલોબલ સકુલ ખાતે શાળાના સ્ટાફને હાર્ટ એટેક દરમ્યાન હાર્ટ પંપીગ (સીપીઆર) ની તાલીમ માટે વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતુ.

છેલ્લા એકાદ બે વર્ષથી સતત હૃદયરોગના હુમલા અને અચાનક હૃદય બંધ પડી જવાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે આપણે જાણીએ છીએ અવારનવાર રમતગમતના ગ્રાઉન્ડમાં, લાઇબ્રેરી, સ્કૂલ કે જીમમાં કે પછી પ્રસંગમાં નાચતા ગાતા અચાનક હૃદય બંધ પડી જવાના ઘણા બધા બનાવો બની રહ્યા છે તો આવા કિસ્સાઓમાં દર્દીને હોસ્પિટલ લઈ જવામાં ૧૦ થી ૧૫ મિનિટનો ટાઈમ લાગતો હોય છે આ સમય બહુ કીમતી હોય છે એટલી વારમાં દર્દીનું મૃત્યુ થઈ જતું હોય છે જો આવી કન્ડિશનમાં હાજર રહેલા કોઈપણ વ્યક્તિ એને હૃદયના પંપીંગ (કાર્ડીયાક મસાજ) કરે એટલે કે મેડીકલ ભાષામાં સીપીઆર કહેવાય જો સીપીઆર આપી શકે તો દર્દીને સાજા થવાની શક્યતાઓ ઘણી બધી હોય છે એના ભાગરૂપે તા.૨૯ ના રોજ ડોક્ટર દિપક અઘારા અને ડોક્ટર જયેશ અઘારા (મંગલમ હોસ્પિટલ) દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ત્યાંના સંચાલક હાર્દિક પાડલીયાના સહયોગથી સ્કૂલના બધા જ સ્ટાફ અને શિક્ષકોને હૃદય હુમલો આવે અને હૃદય બંધ થઈ કોઈ દર્દી બેભાન થાય તો એ વખતે શું સારવાર આપવી..? હૃદય પંપિંગ કેમ કરવું..? અને હૃદય કેમ ચાલુ કરવું..? તેના વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું.આ વર્કશોપમાં ડોક્ટર દીપક અઘારા અને ડોક્ટર જયેશ અઘારા દ્વારા અમેરિકન હાર્ટ એસોસિએશનની ગાડલાઇન પ્રમાણે દરેક ટીચર અને સ્ટાફને સીપીઆર વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ જેથી કરીને કોઈપણ જાહેર સ્થળ અથવા તો સ્કૂલમાં કોઈ આવો બનાવો બને તો શિક્ષક જ એમને સારવાર આપી શકે અને દર્દીને બચાવી શકાય.






Latest News