સંભવિત કમોસમી વરસાદ : મોરબી ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શિકા, ૨૯ થી ૩૧ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહી
SHARE
v
સંભવિત કમોસમી વરસાદ : મોરબી ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શિકા, ૨૯ થી ૩૧ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૯-૩ થી ૩૧-૩ ના રોજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ-ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે.આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
આ માર્ગદર્શિકા અનુસાર કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી-મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે યાદીમાં જણાવેલ છે.